News Continuous Bureau | Mumbai
મુંબઈ(Mumbai)માં કોરોના દર્દી(covid patient)ઓની ઘટતી સંખ્યાને ધ્યાનમાં રાખતા મુંબઈ પાલિકા પ્રશાસ(BMC)ને મોટો નિર્ણય લીધો છે.
માત્ર 2 થી 5 ટકા દર્દીઓના હોસ્પિટલમાં દાખલ થવાના દરના પગલે પાલિકા(BMC)એ જુલાઈ મહિનાના અંત (July end)સુધીમાં શહેરમાં તમામ સાત જમ્બો કોવિડ સેન્ટર બંધ કરવાનો નિર્ણય લીધો છે.
BMCએ આ માટે કાર્યવાહી શરૂ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે જમ્બો કોવિડ સેન્ટરને બંધ કરવાની પ્રક્રિયા એક અઠવાડિયામાં શરૂ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે હાલ મુંબઈમાં દરરોજ સરેરાશ 300 કોવિડ દર્દીઓ મળી આવે છે.
આ સમાચાર પણ વાંચો : આરે મેટ્રો કારશેડના કામ પર રહેલા સ્ટેને લઈને મુખ્ય પ્રધાન શિંદેએ કરી આ જાહેરાત-પર્યાવરણવાદીઓ નારાજ