ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૭ મે 2021
સોમવાર
વાવાઝોડાને કારણે મુંબઈ શહેરમાં ભારે વરસાદ આવ્યો. બપોર પછી વરસાદનું જોર એટલું મજબૂત રહ્યું કે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. દક્ષિણ મુંબઈમાં મહાલક્ષ્મી મંદિરની બહાર એટલે કે પેડર રોડ અને વૉર્ડન રોડના જંકશન પાસે રસ્તા પર પાણી ભરાઈ ગયું હતું.
આ સિવાય મલાડ સબ-વે માં પાણી ભરાઈ જતા તેને બંધ કરવો પડ્યો હતો.
દક્ષિણ મુંબઈમાં મલબાર હિલ વિસ્તાર ખાતે બાણગંગા સ્મશાનગૃહની દીવાલ ધરાશાયી થઈ ગઈ હતી, જેને કારણે ત્યાં પાર્ક કરાયેલાં અનેક વાહનોને ભારે નુકસાન પહોંચ્યું છે.
ભારે #વરસાદને કારણે #મુંબઈમાં ઠેરઠેર #પાણી ભરાયા. દક્ષિણ મુંબઈમાં #પેડર રોડ પાણીમાં #ડૂબ્યો#heavyrain #southmumbai #paderroad #flooded pic.twitter.com/aixAk2vh71
— news continuous (@NewsContinuous) May 17, 2021
