Site icon News Continuous Bureau | Mumbai

થર્ટીફર્સ્ટ માટે બેસ્ટ પ્રશાસન મુંબઈગરાઓની સેવામાં.. નવા વર્ષની પૂર્વ સંધ્યાએ આટલી વધારાની બસ અને ઓપન ડબલ ડેકર બસ દોડાવશે..

મુંબઈ સહિત રાજ્યમાં નવા વર્ષને આવકારવા તડામાર તૈયારી થઇ ગઇ છે. તેની સાથે બૃહન્મુંબઈ ઈલેક્ટ્રીક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ એટલે કે બેસ્ટ પ્રશાસને મુંબઈગરાની ઉજવણીને વધુ મજેદાર બનાવવા માટે જોડાઈ છે. મુંબઈગરા માટે પ્રવાસની અનુકૂળતા માટે બેસ્ટ મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

All-night open double decker sojourn on New Years eve by BEST in Mumbai

News Continuous Bureau | Mumbai

મુંબઈ સહિત રાજ્યમાં નવા વર્ષને આવકારવા તડામાર તૈયારી થઇ ગઇ છે. તેની સાથે બૃહન્મુંબઈ ઈલેક્ટ્રીક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ એટલે કે બેસ્ટ પ્રશાસને મુંબઈગરાની ઉજવણીને વધુ મજેદાર બનાવવા માટે જોડાઈ છે. મુંબઈગરા માટે પ્રવાસની અનુકૂળતા માટે બેસ્ટ મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. બેસ્ટ 31મી ડિસેમ્બરે ( New Years )  50 વધારાની બસો દોડાવશે તેમ જ ઓપન ડબલ ડેકર ( double decker ) બેસ્ટ બસ ( BEST  ) પણ સેવામાં રહેશે.

Join Our WhatsApp Channel

દર વર્ષે 31મી ડિસેમ્બરે બેસ્ટ પ્રશાસન દ્વારા મુંબઈવાસીઓની સેવામાં સવાર સુધી વધારાની બસો દોડાવવામાં વે છે. આ વર્ષે પણ પ્રવાસીઓના ધસારાને ધ્યાનમાં રાખીને, બેસ્ટે મુંબઈના વિવિધ ભાગોમાં ગત વર્ષની સરખામણીમાં વધુ 50 બસો દોડાવવાનો નિર્ણય કર્યો છે. તદઉપરાંત બેસ્ટની ડબલ ડેકર બસ અને બેસ્ટની ઓપન ડબલ ડેકર બસ, જે છેલ્લા કેટલાંક વર્ષોથી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે, તે પણ 31મી ડિસેમ્બરની રાતથી 1લી જાન્યુઆરી 2023ના વહેલી સવાર સુધી ચલાવવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો:  મુંબઈમાં ફૂલ ગુલાંબી ઠંડી.. નવા વર્ષમાં કેવું રહેશે શહેરનું વાતાવરણ…? જાણો હવામાન વિભાગનો વર્તારો 

દરમિયાન મુંબઈગરાઓની સુવિધા માટે માત્ર બેસ્ટ જ નહીં પરંતુ રેલવેએ પણ મિડનાઈટ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે. વેસ્ટર્ન, સેન્ટ્રલ અને હાર્બર લાઈન પરથી સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. ઉપરાંત વેસ્ટર્ન રેલવે ઉપનગર વિસ્તારમાં રવિવારે 1 જાન્યુઆરીએ જમ્બો બ્લોક રાખશે નહી.

Mumbai Police Bangladeshi Infiltrators ખાર વિસ્તારમાં સંતાઈને રહેતા 7 બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા ATCની મોટી કાર્યવાહી, પાસપોર્ટવીઝા વગર ગેરકાયદે રહેતા હોવાનો પર્દાફાશ
Kandivali Police Arrest Two Conmen જાદુઈ ચશ્મા અને નોટોના ઢગલાની લાલચ પડી ભારે! કાંદિવલી માં ૭૦ વર્ષીય વૃદ્ધ સાથે અધધ ₹૩૧ લાખની ઠગાઈ પોલીસે બિછાવી જાળ
Versova Bike Thefts શોખ પૂરો કરવા માસ્ટર કીથી બાઇક ચોરી! પેટ્રોલ ખલાસ થતાં લાવારીસ છોડી ભાગી જતો ટીનેજર આખરે પોલીસના સકંજામાં
MNS Leader Arrested રાજકીય વગ વાપરી ફ્લેટ પચાવી પાડવાનો કારસો બનાવટી દસ્તાવેજો બનાવી ભાડું ન ચૂકવનાર મનસે નેતા દબોચાયા
Exit mobile version