Site icon

શું વાત છે? મુંબઈ શહેરમાં છ મીટરથી પહોળી એવી તમામ સડક સિમેન્ટથી બનાવાશે; જાણો વિગતવાર

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 13 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

સોમવાર

હાલ વરસાદનો સમય ચાલી રહ્યો છે તેના કારણે શહેરના રસ્તાઓની હાલત પણ વધુ પડતી ખરાબ થઈ ગઈ છે. એટલે આ બાબતે BMC દ્વારા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

રસ્તાઓમાં ખાડાઓ ભરવામાં કરોડો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ પણ રસ્તાઓના ખાડાઓ ઓછા થતા નથી. હવે BMCએ તબક્કાવાર રીતે છ મીટર સુધીના તમામ રસ્તાઓને કોંક્રીટ કરવાનો નિર્ણય કર્યો છે. ડામરથી બનેલા રસ્તાઓ પર વરસાદના કારણે ઠેરઠેર ખાડાઓ પડી જાય છે.

હિંદમાતાના ગણપતિ મંડળે સરકારનું વેંત ભરીને નાક કાપ્યું, એવી સજાવટ કરી કે મુંબઈ મહાનગરપાલિકા શરમાઈ ગઈ; જુઓ ફોટોગ્રાફ અને જાણો વિગત

મીડિયામાં BMCના જણાવ્યા અનુસાર, 9 એપ્રિલથી 8 સપ્ટેમ્બર, 2021 સુધી BMCએ મુંબઈના રસ્તાઓ પર કુલ 31 હજાર 398 ખાડાઓ ભરી દીધા છે. તેનો વિસ્તાર આશરે 1 લાખ 56 હજાર 910 ચોરસ મીટર છે. મુંબઈમાં, BMCની હદમાં રસ્તાઓ પરના ખાડાની સમસ્યાને ઉકેલવા માટે વહીવટી તંત્ર વિવિધ પગલાં લઈ રહ્યું છે. જેથી ચોમાસામાં પણ કોઈ તકલીફ ન પડે.
 ડામરના રસ્તાઓમાં બિટુમેનના ગુણધર્મોને કારણે ચોમાસા દરમિયાન પાણીના સંપર્કમાં આવવાથી નિયમિત ખાડા થાય છે. ખાડાની સમસ્યાનો ઉકેલ લાવવા માટે BMCએ તબક્કાવાર રીતે 6 મીટર પહોળા રસ્તાઓને સિમેન્ટ-કોંક્રીટથી બનાવવવાની નીતિ અપનાવી છે. ભવિષ્યમાં વધુ ને વધુ રસ્તાઓ સિમેન્ટ કોંક્રીટના બનશે. આનાથી રસ્તાઓમાં ખાડા પણ ઓછા થશે.

શું તમારી સોસાયટીમાં કચરાનું વર્ગીકરણ નથી થતું? હવે પેનલ્ટી માટે તૈયાર રહેજો, મહાનગરપાલિકાએ ડિજિટલ ડેશબોર્ડ બનાવ્યું; જાણો વિગત

Dharavi fire Mumbai: ધારાવીમાં લાગી આગ: બાંદ્રા-માહિમ વચ્ચે ટ્રેન સેવાઓ ખોરવાઈ, ૫ ટ્રેનોને અસર
Mangal Prabhat Lodha threat case: મંત્રી મંગલપ્રભાત લોઢાને ધારાસભ્ય અસ્લમ શેખની ધમકી: પોલીસ કમિશનરને ફરિયાદ દાખલ
Mumbai Local Railway: મુંબઈકરો માટે અગત્યના સમાચાર; રવિવારે રેલવેના ‘આ’ માર્ગો પર રહેશે મેગાબ્લોક
Travis Scott concert: ચોરોની ‘ચાંદી’: રૅપર ટ્રેવિસ સ્કૉટના કૉન્સર્ટમાં ચોરોએ મચાવ્યો હાહાકાર, ૩૬ લોકોના અધધ આટલા લાખના કિંમતી સામાનની ચોરી.
Exit mobile version