Navratri: મૂરજીભાઈ પટેલની ચમકદાર નવરાત્રિને ખેલૈયાઓનો જબરદસ્ત પ્રતિસાદ, ગ્રાઉન્ડ ફૂલ

Navratri: અંધેરી ઝળહળી ઊઠયું:બીજે દિવસે પણ ગ્રાઉન્ડ પૅક

News Continuous Bureau | Mumbai

Navratri: લોકલાડીલા લોકસેવક અને ભારતીય જનતા પાર્ટીના ( BJP ) નેતા શ્રી મૂરજીભાઇ પટેલ ( Murjibhai Patel ) પ્રસ્તુત ‘છોગાળા રે નવરાત્રિ 2023’ને ( chogada re navratri 2023 ) અંધેરી-પૂર્વનાં ( Andheri ) નગરવાસીઓએ ઉત્સાહ અને ઉમંગ સાથે વધાવી લીધી છે. સતત બીજા દિવસે પણ  ખેલૈયાઓની ભીડથી હૉલી ફેમિલી ગ્રાઉન્ડ ખીચોખીચ ભરાઈ ગયું હતું. કચ્છી કોયલ તરીકે પ્રખ્યાત લોકગાયિકા ગીતા રબારીના ( Geeta Rabari ) સ્વરો પર 10 હજાર ગરબારસિકો મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. આ નવરાત્રિને જોવા ને સાંભળવા માટે પણ મુંબઈના ખૂણે-ખૂણેથી માનવ મહેરામણ ઊમટી પડયું હતું.  

Join Our WhatsApp Community
 Amazing response from garba players to Moorjibhai Patel's dazzling Navratri

Amazing response from garba players to Moorjibhai Patel’s dazzling Navratri

 અયોધ્યાના રામમંદિરની આબેહૂબ પ્રતિકૃતિ સમાન 3D ડાયમેન્શન સ્ટેજ ડેકોરેશન લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. જે કારણે ફક્ત ગુજરાતીઓ જ નહીં, સમગ્ર હિંદુઓમાં અંધેરીની આ થીમ આધારીત નવરાત્રિ નો ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. જોકે ચિક્કાર ભીડ છતાં મૂરજીભાઈ પટેલના મજબૂત આયોજનને લીધે ખેલૈયાઓને કોઈ અસુવિધા પડી નહોતી.  

આ સમાચાર પણ વાંચો : Western Railway : પશ્ચિમ રેલવે ચલથાણ-ગંગાધરા સ્ટેશન વચ્ચે આ તારીખે કરશે બ્લોકનું સંચાલન, આ ટ્રેનોને થશે અસર.

  વર્ષોથી અંધેરી પૂર્વ વિસ્તારના લોકો માટે ખડે પગે કાર્યરત મૂરજીભાઈ પટેલ ને તેમના પત્ની કેસરબેન પટેલે હંમેશા સ્થાનિક રહેવાસીઓની સંવેદનાને માન આપ્યું છે ને ‘છોગાળા રે’ નવરાત્રિનું આયોજન કરીને તેમણે આ વિસ્તારને નવી ઓળખ આપવાની શરૂઆત કરી છે. આ આઈકૉનિક  નવરાત્રિને કારણે અંધેરી પૂર્વનો વિસ્તાર ઝળહળી ઉઠ્યો છે. 

Amazing response from garba players to Moorjibhai Patel’s dazzling Navratri

  ગઈકાલે લોકગાયિકા ગીતા રબારીના મીઠા ને દેશી રણકાએ હાજર રહેલાં સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ચીફ ગેસ્ટ તરીકે ભાજપના વરિષ્ઠ નેતા મંગલ પ્રભાત લોઢા, આશિષ શેલાર સહિત અનેક નામાંકિત હસ્તીઓએ નવરાત્રિના બીજે દિવસે હાજરી આપી હતી.

 

Mankoli Bridge Stunts:માનકોલી બ્રિજ પર સ્ટન્ટબાજી અને રીલ્સ બનાવવી ભારે પડી: ત્રણ યુવાનો વિરુદ્ધ પોલીસની લાલ આંખ
Mumbai Gas Cylinder Theft:મુંબઈમાં ગેસ સિલિન્ડર ચોરતી ગેંગનો પર્દાફાશ: કાંદિવલી અને પવઈમાં તવાઈ, કુલ 72 સિલિન્ડર જપ્ત
Borivali Investment Scam: ₹6.71 કરોડની ઠગાઈમાં દંપતીની ધરપકડ, રોકાણની રકમ ડ્રગ્સમાં વાપરી હોવાનો દાવો
Crocodile Rescued in Mulund:મુલુંડમાં ગટરના નાળામાં મગર દેખાતા ફફડાટ: વન વિભાગે રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડ્યો
Exit mobile version