Site icon

આજે મુંબઈ માટે વરસાદ બનશે આફત-સાડા ચાર મીટરથી વધુની દરિયાઈ ભરતી છે-જાણો જોખમી સમય કયો-જાણો વિગત

News Continuous Bureau | Mumbai

ધીમો ધીમો  વરસાદ મુંબઈના(Mumbai) અનેક વિસ્તારમાં પડી રહ્યો છે. પરંતુ વરસાદ જો સતત પડતો રહ્યો તો મુંબઈગરા માટે આફત બની શકે છે. તેનું કારણ છે દરિયામાં હમણાં મોટી ભરતી(High Tide) છે. તેથી ભરતીને સમયે મુંબઈમાં વરસાદી પાણી(Rain water) ભરાવાની(Water logging) શક્યતા વધારે છે.

Join Our WhatsApp Community

આજે પણ ભારે વરસાદની આગાહી(Rain forecast) છે. ત્યારે હમણાં દરિયામાં મોટી ભરતી ચાલી રહી છે. સવારના 10.54 વાગ્યાથી ભરતી છે. આ દરમિયાન દરિયામાં 4.47 મીટરથી પણ ઊંચા મોજા ઉછળશે. દરિયાઈ મોજા તોફાની રહેશે. તેથી દરિયાની આજુબાજુ જવું જોખમી રહેશે. તેમ જ આ દરમિયાન ભારે વરસાદ પડ્યો તો મુંબઈમાં ઠેર ઠેર પાણી ભરાવાની પણ શક્યતા છે. તેથી મુંબઈ મહાનગરપાલિકા(BMC) સહિત મુંબઈ પોલીસ(Mumbai Police), ફાયરબ્રિગેડ(Firebrigade) સહિતની યંત્રણા સજ્જ થઈ ગઈ છે. સાંજે 4.52 વાગ્યાથી ભરતીનું જોર ઓછું થઈને ઓટ ચાલુ થશે. ત્યારબાદ રાતના 10.46 વાગ્યાથી ફરી દરિયામાં ભરતી રહેશે અને 3.87 મીટર ઉંચા મોજા ઉછળશે, ત્યારબાદ વહેલી સવારના 4.50વાગ્યાથી ઓટ રહેશે.

આ સમાચાર પણ વાંચો :  અંધેરી સબ-વે તરફ જનારા માટે મહત્વના સમાચાર-અહીં ભરાયા છે આટલા ફૂટ પાણી-જાણો વિગત

આ દરમિયાન મુંબઈમાં સોમવાર સવારના 8 વાગ્યાથી મંગળવાર સવારના 8 વાગ્યા સુધીના 24 કલાકના સમયગાળામાં દક્ષિણ મુંબઈમાં(South Mumbai) 42.42 મિલીમીટર (પોણા બે ઇંચ), પૂર્વ ઉપનગરમાં(East Suburbs) 63.90 મિ.મી.(અઢી ઇંચ) અને પશ્ચિમ ઉપનગરમાં(Western suburbs) 52.43 મિ.મી.(બે ઈંચ) વરસાદ નોંધાયો છે.

Jain Rath Yatra 2025: એકતા અનેવૈશ્વિક ભાઇચારાના સંદેશ સાથ
Mumbai Monorail: મુંબઈમાં મોનોરેલ ફરી એકવાર પડી બંધ, એક જ મહિના માં આવી ત્રીજી વખત ખામી, જાણો કેવી રીતે મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા
Mumbai Rains: મુંબઈમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, ઠાણે અને રાયગઢ માટે પણ આગામી આટલા કલાક મહત્વના
Mega Block:રવિવારે મધ્ય રેલવે દ્વારા થાણે અને કલ્યાણ વચ્ચે મેગા બ્લોક.
Exit mobile version