Site icon

આજે મુંબઈ માટે વરસાદ બનશે આફત- સાડા ત્રણ મીટરની દરિયાઈ ભરતી છે- જાણો જોખમી સમય કયો

News Continuous Bureau | Mumbai

ભારતીય હવામાન વિભાગ(Indian Meteorological Department) (IMD) એ મુંબઈ અને થાણે(Thane) માટે ઓરેન્જ એલર્ટ(Orange Alert) જારી કર્યું છે, જેમાં સવારના 10 વાગ્યા સુધી પ્રદેશના અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી(Heavy rain forecast) કરવામાં આવી છે. હવામાન વિભાગના વર્તારા મુજબ શહેરમાં 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. તેમજ અનેક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડી શકે તેમ છે. 

Join Our WhatsApp Community

  આ સમાચાર પણ વાંચો :  અંધેરી સબવે બંધ કરવામાં આવ્યો- આખે આખી નદી વહી રહી હોય તેવો વિડીયો વાયરલ- જુઓ વિડિયો અહીં

 મુંબઈ શહેરમાં જ્યારે વરસાદ અને ભરતી તે બંનેનો સંયોગ સર્જાય છે ત્યારે શહેરવાસીઓને વેઠવું પડે છે. આવી જ અવસ્થા આજે ઉદભવાની છે. આજે સવારે મુંબઈના દરિયામાં 9 વાગ્યે 54 મિનિટ 4.03 મીટરની ભરતી છે. તો બપોરે 3 વાગ્યે 47 મિનિટે ઓટ ચાલુ થશે. આ પછી દરિયામાં ફરી રાતે 9 વાગ્યે 38 મિનિટ 3.49 મીટર ની ભરતી છે. દરમિયાન દરિયામાં ભરતી હોવાને કારણે પાલિકા સતર્ક થઈ ગઈ છે અને દરિયા કિનારા પર લાઈફગાર્ડને તૈનાત કરી દેવામાં આવ્યા છે.તેમ જ દરિયાકિનારા તરફ નહીં જવાની અપીલ કરવામાં આવી છે. 

Mumbai Police: ડ્રગ્સના નેટવર્ક પર તવાઈ: મુંબઈમાં ‘મોતની ફેક્ટરી’ પકડાઈ, આટલા લોકો ની થઇ ધરપકડ
Eknath Shinde: દિલ્હીમાં હાઈ-લેવલ મુલાકાત: PM મોદી ને મળ્યા બાદ એકનાથ શિંદેનું મોટું નિવેદન
Mumbai police bravery: પોલીસ જવાનની બહાદુરી: ચાકુ હુમલામાં ઘેરાયેલી યુવતીનો બચાવ, તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ
Devendra Fadnavis: ફડણવીસના ‘એક નિવેદન’થી ખળભળાટ: મહારાષ્ટ્રના રાજકારણમાં શિંદે અને અજિત જૂથ હવે કયો રસ્તો અપનાવશે?
Exit mobile version