Site icon News Continuous Bureau | Mumbai

અમિતાભ બચ્ચનના જુહુના બંગલાની દીવાલ પર ફરી વળશે બુલડોઝર, જાણો BMCએ કેમ લીધો આવો નિર્ણય?

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ,3 જુલાઈ 2021

Join Our WhatsApp Channel

શનિવાર

બૉલિવુડ બાદશાહ અભિતાબ બચ્ચનના જુહુમાં આવેલા પ્રતીક્ષા બંગલાની દીવાલ આખરે તોડી પાડવામાં આવવાની છે. મુંબઈ મહાનગરપાલિકાએ બંગલાની નજીક આવેલા સંત જ્ઞાનેશ્વર માર્ગને પહોળો કરવાનો નિર્ણય લીધો હતો. એ માટે ચાર વર્ષ અગાઉ તેમને નોટિસ મોકલવામાં આવી હતી.

જુહુમાં પ્રતીક્ષા બંગલા બહારનો રસ્તો ઇસ્કોન મંદિર તરફ આગળ જાય છે અને લિન્ક રોડ પર ચંદન સિનેમા એરિયાને જોડે છે. આ રસ્તા પર ભારે ટ્રાફિક જામ થતો હોય છે. એથી ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવા માટે સંત જ્ઞાનેશ્વર માર્ગને પહોળો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ રસ્તાને પહોળા કરવાનું મોટા ભાગનું કામ થઈ ગયું છે. ફક્ત પ્રતીક્ષા બંગલા પાસેનું કામ બાકી રહી ગયું હતું.

પાલિકાએ 2017ની સાલમાં અમિતાભ બચ્ચન અને તેમના પડોશમાં આવેલા મકાનના માલિકને રસ્તો પહોળો કરવા માટે થોડી જગ્યા આપવાની માગણી કરી હતી. 2019માં પ્રતીક્ષાની બાજુમાં આવેલા બિલ્ડંગની કમ્પાઉન્ડ વૉલ તોડી પાડી હતી, પણ બંગલાની દીવાલનું કામ બાકી રહી ગયું હતું.

મુંબઈ મહાનગરપાલિકાની ચિંતા વધી, શહેરમાં સતત ત્રીજા દિવસે 700ની નજીક કોરોના કેસ નોંધાયા ; જાણો આજના નવા આંકડા

કૉન્ગ્રેસના સ્થાનિક નગરસેવક તુલીપ મિરિન્ડા દ્વારા પાલિકા પર આ કામમાં જાણીજોઈને વિલંબ કરવામાં આવી રહ્યો હોવાનો આરોપ પણ અનેક વખત થયો હતો. જોકે પાલિકાની કે-વેસ્ટ ઑફિસ દ્વારા સિટી સર્વે ઑફિસ તરફથી પ્રતીક્ષાનો કેટલો ભાગ લેવાનો છે એનો જવાબ આવે એની રાહ જોવામાં આવી રહી હોવાનો  જવાબ મળ્યો હતો. એથી આ કામમાં વિબંબ થઈ રહ્યો હોવાનું પાલિકાએ કહ્યું હતું.

Ajay Devgn Juhu Bungalow BMC Action અજય દેવગનના જુહુ સ્થિત બંગલા પર બીએમસીનો હથોડો અનધિકૃત બાંધકામ તોડી પાડ્યું, સ્પા અને સલૂન શરૂ કરવા સામે સોસાયટીનો વિરોધ
Colaba Traffic Division Cracks Down ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન સામે કોલાબા ટ્રાફિક ડિવિઝનનો સપાટો એક જ દિવસમાં ૭૩૬ કેસ કરી ₹૮૬,૬૨૭નો દંડ વસૂલ્યો
Drugs Seized in Malad મલાડના ફ્લેટ પર મુંબઈ પોલીસના દરોડા ₹૨.૩૯ કરોડનું હાઈડ્રોપોનિક ગાંજો, ચરસ અને LSD જપ્ત, એક પેડલર ઝડપાયો
Versova Beach Murder Solved વર્સોવા બીચ પાસે કોથળામાં મળેલી લાશનો ભેદ ઉકેલાયો શાકભાજી વિક્રેતાની ઘાતકી હત્યા કેસમાં ૬ આરોપીઓ ઝડપાયા
Exit mobile version