Site icon

વાહ! ઇઝરાયલમાં રહેતા એક ભારતીય ડૉક્ટરે નેસ્કોમાં કર્યું ગુપ્તદાન; આ મદદથી નેસ્કોમાં શરૂ થઈ પેથોલૉજી લૅબ, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૨ જુલાઈ, ૨૦૨૧

Join Our WhatsApp Community

સોમવાર

ઇઝરાયલમાં રહેતા એક ભારતીય ડૉક્ટરે ગોરેગાવના નેસ્કો જમ્બો સેન્ટરમાં ગુપ્ત દાન કર્યું છે. આ દાનની રકમ દ્વારા નેસ્કો સેન્ટરમાં પેથોલૉજી લૅબ પણ આજથી શરૂ કરવામાં આવી છે. BMCના કોઈ પણ જમ્બો કોવિડ સેન્ટરમાં શરૂ થનાર આ પહેલી લૅબ છે. આ સેન્ટરમાં લગભગ ૨૩,૦૦૦ દર્દીઓએ સારવાર મેળવી છે.

આ વ્યક્તિએ સેન્ટરમાં લૅબ શરૂ કરવા માટે જરૂરી એવાં ૩ મશીન આપ્યાં છે. સિરમ ઇલેક્ટ્રો લાઇટ, બાયોકેમિસ્ટ્રી અને સેન્ટ્રિફ્યુજ આ મશીનો સોડિયમ અને પોટૅશિયમ સાથે કિડની અને લીવરનું પ્રોફાઇલિંગ કરવામાં મદદરૂપ થશે. આ મશીનોની કિંમત અંદાજે ૨.૩૦ લાખ રૂપિયા આસપાસની છે. આ ઉપરાંત આગામી મહિના માટે ટેસ્ટ ટ્યુબ અને બીજા જરૂરી સાધનો પણ આપ્યાં છે, જેની કિંમત લગભગ ૫૦,૦૦૦ આસપાસ છે.

જોકેઆ વ્યક્તિએ પૈસા સીધાં મશીનો અને સાધનો પૂરા પાડનાર વેન્ડરને ચૂકવી દીધા છે. આ ડૉક્ટરે પોતાની ઓળખ છતી થવા દીધી નથી. નેસ્કોમાં શરૂ થયેલી આ પેથોલૉજી લૅબથી કોવિડ સેન્ટર વધુ આત્મનિર્ભર બનશે અને ઓછા સમયમાં પરીક્ષણના પરિણામ મેળવી શકાશે.

શું તમારી પાસે પણ છે આ જૂનો બે રૂપિયાનો સિક્કો? તો તમે પણ કમાય શકો છો પાંચ લાખ રૂપિયા, જાણો વિગત

આ સંદર્ભે નેસ્કો જમ્બો સેન્ટરનાં ડીન ડૉ. નીલમ અન્દ્રાડેએ એક મીડિયા હાઉસને જણાવ્યું હતું કે સેન્ટરને અનાજ અને બીજી સગવડો આપવા માગતા કેટલાક લોકોએ એક રાષ્ટ્રીય પાર્ટી દ્વારા અમારો સંપર્ક કર્યો હતો, પરંતુ અમારી ઇચ્છા સેન્ટરમાં એક લૅબ સ્થાપવાની હતી. એટલે તેઓએ એક ડૉક્ટરને વાત કરી અને અમને પોતાની ઓળખ છુપાવી ડૉનેશન આપવા તૈયાર થયા.

Maharashtra Weather Forecast: મહારાષ્ટ્રમાં આગામી ૨૪ કલાકમાં વરસાદી માવઠાની આગાહી, પ્રજાસત્તાક પર્વે મુંબઈ અને પુણે સહિત અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ.
Satara Drug Bust: કરાડના પાચુપતેવાડીમાં DRI ની રેડ, પોલ્ટ્રી ફાર્મમાં ચાલતી ગેરકાયદે ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ; તપાસમાં ચોંકાવનારા ખુલાસા.
Nadeem Khan Arrested: ધુરંધર અભિનેતા નદીમ ખાનની ધરપકડ, મહિલા સાથે લગ્નના બહાને ૧૦ વર્ષ સુધી દુષ્કર્મ ગુજારવાનો આરોપ; પોલીસે હાથ ધરી તપાસ
Navi Mumbai Crime: તુર્ભેમાં મોબાઈલ શોપમાં ચોરી કરનાર ૪ રીઢા ગુનેગારો ઝડપાયા, નવી મુંબઈ પોલીસે ૨૪ કલાકમાં લાખોનો મુદ્દામાલ રિકવર કર્યો
Exit mobile version