Site icon News Continuous Bureau | Mumbai

આગામી મહિનાની 3 તારીખે અંધેરીમાં બેંકો અને સરકારી કચેરીઓ રહેશે બંધ- જાણો શું છે કારણ  

News Continuous Bureau | Mumbai

કેન્દ્રીય ચૂંટણી પંચે (Eelction commission of India) '166 – અંધેરી પૂર્વ' વિધાનસભા મતવિસ્તારની પેટાચૂંટણીની જાહેરાત કરી છે. આ પેટાચૂંટણી (bypolls) માટે મતદાન આગામી 3 નવેમ્બર, 2022ના રોજ યોજાશે. આ સંદર્ભે જારી કરવામાં આવેલી સૂચના અનુસાર, અંધેરી પૂર્વ વિધાનસભા મતવિસ્તારમાં મતદાનના દિવસે એટલે કે 3જી નવેમ્બર 2022ના રોજ  સાર્વજનિક રજા (Public Holiday) જાહેર કરવામાં આવી છે.

Join Our WhatsApp Channel

આ જાહેર રજા '166 – અંધેરી પૂર્વ' મતદારક્ષેત્રના મતદારોને પણ લાગુ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે જેઓ કામ માટે અંધેરી મતવિસ્તારની બહાર હશે. ઉપરાંત, આ જાહેર રજા કેન્દ્ર સરકારની કચેરી(Cnetral govt office) ઓ, અર્ધ-સરકારી કચેરીઓ, જાહેર ક્ષેત્રના એકમો, બેંકો(banks) વગેરેને પણ લાગુ પડશે.

આ સમાચાર પણ વાંચો :તહેવાર ટાણે જ મોંઘવારીનો વધુ એક માર- દેશની આ જાણીતી ડેરીએ ચૂપચાપ વધારી દીધા દૂધના ભાવ- જાણો કેટલો થયો દૂઘની થેલીનો ભાવ 

આ પેટાચૂંટણી(bypolls)માં મતદાનની ટકાવારી વધારવા માટે મોટા પાયે જનજાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી નિધિ ચૌધરીએ અંધેરી પૂર્વ (Andheri east) વિસ્તારના જાગૃત નાગરિકોને તેમની રાષ્ટ્રીય ફરજ તરીકે આ ચૂંટણી માટે મોટી સંખ્યામાં મતદાન(Voting) કરવા અપીલ કરી છે.

મહત્વનું છે કે ઠાકરે જૂથના ધારાસભ્ય રમેશ લટકે(MLA Ramesh Latke) નું દુબઈમાં કાર્ડિયાક અરેસ્ટ(Cardiac arrest) થી નિધન થયું હતું. જેથી આ જગ્યા ખાલી પડી હતી. ધારાસભ્યના મૃત્યુના કિસ્સામાં છ મહિનામાં સંબંધિત મતવિસ્તારમાં પેટાચૂંટણી યોજવી જરૂરી છે. તે મુજબ ચૂંટણી પંચે અંધેરી પૂર્વ મતવિસ્તારની પેટાચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે.

જૂનમાં ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray)ની આગેવાની હેઠળની મહા વિકાસ આઘાડી સરકાર(MVA Govt) ના પતન પછી રાજ્યમાં આ પ્રથમ પેટાચૂંટણી હશે. આ અંધેરી પૂર્વ વિધાનસભા પેટાચૂંટણી માટે ઠાકરે જૂથ તરફથી રમેશ લટકેની પત્ની ઋતુજા લટકે (Rutuja Latke) અને ભાજપ (BJP) તરફથી મુરજી પટેલ(Murji Patel) વચ્ચે જંગ ખેલાશે. તેમજ 24 જેટલા અપક્ષ ઉમેદવારોએ પણ આ માટે ઉમેદવારી નોંધાવી છે.

આ સમાચાર પણ વાંચો : તહેવાર ટાણે જ મોંઘવારીનો વધુ એક માર- દેશની આ જાણીતી ડેરીએ ચૂપચાપ વધારી દીધા દૂધના ભાવ- જાણો કેટલો થયો દૂઘની થેલીનો ભાવ 

Iqbal Kaskar Attached Property Encroachment ઇકબાલ કાસકર સાથે જોડાયેલી થાણેની જપ્ત મિલકતમાં ઘૂસણખોરી ED એ નોંધાવી નવી FIR!
BMC Demolition Drive Dadar દાદર ફ્લાવર માર્કેટ અને સેનાપતિ બાપટ માર્ગ પર BMC નું બુલડોઝર ૧૨ ગેરકાયદે બાંધકામો તોડી પડાયા!
Charkop Police Mobile Phone Recovery ઘરફોડ ચોરીમાં ગયેલા ૪૯ નવા મોબાઇલ ઉત્તર પ્રદેશમાંથી જપ્ત ચારકોપ પોલીસે મૂળ ફરિયાદીને સોંપ્યા!
Dadar Kabutarkhana Acrylic Sheets દાદર કબૂતરખાના ફરતે પારદર્શક એક્રેલિક શીટ્સ બેસાડાઈ ફેરિયાઓના ગેરકાયદે દબાણો રોકવા BMC ની કડક કાર્યવાહી!
Exit mobile version