Site icon News Continuous Bureau | Mumbai

Andheri Open Drain Garbage Dumping અંધેરીમાં નાળામાં કચરો ઠાલવનાર કોન્ટ્રાક્ટર સામે BMC કડક! ૪૮ કલાકમાં જવાબ નહીં તો કોન્ટ્રાક્ટ રદ થશે..

Andheri Open Drain Garbage Dumping લોખંડવાલા બેક રોડ પર નાળામાં કચરો ફેંકતા વાહનનો વીડિયો વાયરલ થયા બાદ BMC ની આકરી કાર્યવાહી; એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની ચેતવણી

Andheri Open Drain Garbage Dumping  અંધેરીમાં નાળામાં કચરો ઠાલવનાર કોન્ટ્રાક્ટર સામે BMC કડક! ૪૮ કલાકમાં જવાબ નહીં તો કોન્ટ્રાક્ટ રદ થશે..

Andheri Open Drain Garbage Dumping અંધેરીમાં નાળામાં કચરો ઠાલવનાર કોન્ટ્રાક્ટર સામે BMC કડક! ૪૮ કલાકમાં જવાબ નહીં તો કોન્ટ્રાક્ટ રદ થશે..

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Andheri Open Drain Garbage Dumping મુંબઈના પશ્ચિમી ઉપનગર અંધેરી (પશ્ચિમ) ના કેવેસ્ટ વોર્ડ વિસ્તારમાં લોખંડવાલા બેક રોડ નજીક ખુલ્લા નાળામાં જાહેરમાં સૂકો કચરો ઠાલવવાના ગંભીર મામલાને બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC) પ્રશાસને અત્યંત ગંભીરતાથી લીધો છે. પાલિકાએ આ મામલે કડક વલણ અપનાવી કચરો એકત્ર કરતી ખાનગી સંસ્થા ‘આકાર મુંબઈ’ અને ટેમ્પો પૂરો પાડનાર એજન્સીને કારણદર્શક (શોકોઝ) નોટિસ ફટકારી છે. પાલિકા પ્રશાસને સંબંધિત સંસ્થાઓને આગામી ૪૮ કલાકની અંદર સંતોષકારક લેખિત ખુલાસો રજૂ કરવાનો આદેશ આપ્યો છે, અન્યથા તેમનો કોન્ટ્રાક્ટ તાત્કાલિક અસરથી રદ કરી બંનેને કાયમી ધોરણે કાળી યાદી (બ્લેકલિસ્ટ) માં મૂકવાની સ્પષ્ટ ચીમકી આપી છે.

Andheri Open Drain Garbage Dumping – સોશિયલ મીડિયા પર વીડિયો અને VTMS રિપોર્ટથી ભાંડો ફૂટ્યો

મળતી વિગતો અનુસાર, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક જાગૃત નાગરિક દ્વારા વીડિયો અને વાહનના વ્હીકલ ટ્રેકિંગ એન્ડ મોનિટરિંગ સિસ્ટમ (VTMS) રિપોર્ટના નક્કર પુરાવા સાથે ફરિયાદ કરવામાં આવી હતી. આ પુરાવાઓમાં સ્પષ્ટ દેખાતું હતું કે સૂકો કચરો એકત્ર કરતું ટેમ્પો વાહન રસ્તાની બાજુમાં આવેલા ખુલ્લા નાળામાં જ કચરો ઠાલવી રહ્યું હતું. ચોમાસા દરમિયાન નાળાઓમાં કચરો ભરાવાને લીધે મુંબઈમાં સર્જાતી જળબંબાકારની સમસ્યા વચ્ચે પાલિકાની જ અધિકૃત એજન્સી આવી બેદરકારી દાખવતી રંગેહાથ પકડાતાં નાગરિકોમાં ભારે રોષ ફેલાયો હતો અને તંત્ર તુરંત હરકતમાં આવ્યું હતું.

Andheri Open Drain Garbage Dumping – કે-વેસ્ટ વોર્ડના કચરા વર્ગીકરણ કેન્દ્રો અને કોન્ટ્રાક્ટરો સામે સકંજો

મુંબઈ મહાનગરપાલિકાના ઘનકચરા વ્યવસ્થાપન (SWM) વિભાગના ડેપ્યુટી કમિશનર કિરણ દિઘાવકરે આ અંગે જણાવ્યું હતું કે કે-વેસ્ટ વોર્ડમાં કચરો એકત્ર કરવા માટેનો વાહન ટેમ્પો મેસર્સ અનુષ્માન એન્ડ કંપની દ્વારા પૂરો પાડવામાં આવ્યો હતો, જ્યારે જોગેશ્વરી પૂર્વ ખાતે કાર્યરત સંસ્થા ‘આકાર મુંબઈ’ આ વોર્ડમાં ત્રણ સ્થળોએ સૂકા કચરાના વર્ગીકરણ (સેગ્રિગેશન) કેન્દ્રોનું સંચાલન કરે છે. આ બંને સંસ્થાઓએ સિવિક નિયમો અને કોન્ટ્રાક્ટની શરતોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કર્યું હોવાથી તેમને તાકીદે નોટિસ પાઠવી જવાબ તલબ કરવામાં આવ્યો છે.

Andheri Open Drain Garbage Dumping – ૪૮ કલાકનું અલ્ટીમેટમ અને બ્લેકલિસ્ટિંગની કવાયત

પાલિકા પ્રશાસને સ્પષ્ટ આદેશ આપ્યા છે કે જો નિર્ધારિત ૪૮ કલાકની અંદર યોગ્ય અને સંતોષકારક ખુલાસો નહીં મળે તો સંસ્થા સાથેનો કરાર રદ કરી તેના ત્રણેય કચરા સેગ્રિગેશન સેન્ટર્સને તાત્કાલિક સીલ કરી દેવામાં આવશે. આ સાથે જ બંને ડિફોલ્ટર એજન્સીઓને ભવિષ્યના કોઈપણ મનપા ટેન્ડરમાં ભાગ લેવા પર કાયમી પ્રતિબંધ મૂકી બ્લેકલિસ્ટ કરવાની કાનૂની પ્રક્રિયા પણ શરૂ કરી દેવાશે. મહાનગરપાલિકાની આ આકરી તવાઈથી કચરાના નિકાલમાં લાલિયાવાડી ચલાવતા અન્ય કોન્ટ્રાક્ટરોમાં પણ ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

👉 આ સમાચાર વાચો:
Malad Forest Demolition Drive મુંબઈના મલાડમાં વન વિભાગનું બુલડોઝર એક્શન NDPS ડ્રગ્સ કેસમાં સંડોવાયેલાં ૯ ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત કરાયાં

CSMT Ticket Checking Drive CSMT સ્ટેશન પર રેલવેની સ્પેશિયલ ટિકિટ ચેકિંગ ઝુંબેશ ૫૪૧ મુસાફરો પાસેથી ₹૨.૫૨ લાખથી વધુનો દંડ વસૂલાયો
Andheri Police Ganja Seizure અંધેરીમાં એમઆઈડીસી પોલીસનો સપાટો ₹૬૬.૩૬ લાખના હાઈડ્રો ગાંજા સાથે બે તસ્કરોની ધરપકડ
Juhu Female Driver Chaos જુહુમાં મહિલા કારચાલકનો ભારે આતંક અનેક વાહનોને ટક્કર મારી ભાગવાનો પ્રયાસ, રોકનાર પોલીસકર્મીઓ પર ગાડી ચડાવવાનો પ્રયાસ
Dadar Police Recover Stolen Phones દાદર પોલીસની પ્રશંસનીય કામગીરી ગુમ થયેલા ₹૩.૪૦ લાખની કિંમતના ૨૫ મોબાઈલ શોધી મૂળ માલિકોને પરત સોંપ્યા
Exit mobile version