Site icon News Continuous Bureau | Mumbai

Andheri Shocker: મોબાઈલ વાપરવા જેવી નજીવી બાબતે બેરોજગાર પતિનો પત્ની અને ૭ વર્ષના પુત્ર પર કોયતાથી જીવલેણ હુમલો.

Andheri Shocker: બેરોજગારી અને ઘરકંકાસે ધારણ કર્યું લોહિયાળ સ્વરૂપ; માતાને બચાવવા વચ્ચે પડેલા માસૂમ બાળકને પણ પિતાએ ન છોડ્યો, આરોપી પતિ જેલના સળિયા પાછળ.

Andheri Shocker Unemployed Man Attacks Wife and 7-Year-Old Son with Sickle Over Mobile Phone Dispute.

Andheri Shocker Unemployed Man Attacks Wife and 7-Year-Old Son with Sickle Over Mobile Phone Dispute.

News Continuous Bureau | Mumbai

 મુંબઈના અંધેરી (MIDC) વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. આર્થિક તંગી અને બેરોજગારીને કારણે સતત ચાલતા ઘરકંકાસની વચ્ચે, એક વ્યક્તિએ તેની પત્ની અને માત્ર સાત વર્ષના પુત્ર પર તીક્ષ્ણ કોયતા વડે જીવલેણ હુમલો કર્યો છે. આ લોહિયાળ ખેલ માત્ર મોબાઈલ ફોન વાપરવા જેવી સામાન્ય તકરારને કારણે ખેલાયો હતો.ઘટનાની વિગત મુજબ, અંધેરીની એક રેસિડેન્શિયલ બિલ્ડિંગના ૧૩મા માળે રહેતા આ પરિવારમાં લાંબા સમયથી આર્થિક ખેંચતાણ ચાલતી હતી. પત્ની મોબાઈલ ફોન વાપરી રહી હતી, જે બાબતે બેરોજગાર પતિએ વાંધો ઉઠાવ્યો હતો. બોલાચાલી એટલી હદે વધી ગઈ કે ઉશ્કેરાયેલા પતિએ ઘરનો કોયતો ઉપાડી પત્ની પર આડેધડ ઘા કરવાનું શરૂ કર્યું હતું.

Join Our WhatsApp Channel

માતાને બચાવવા વચ્ચે પડેલો પુત્ર પણ ઈજાગ્રસ્ત

જ્યારે નરાધમ પિતા પોતાની પત્ની પર હિંસક હુમલો કરી રહ્યો હતો, ત્યારે ૭ વર્ષનો માસૂમ પુત્ર તેની માતાને બચાવવા વચ્ચે પડ્યો હતો. નિર્દયી પિતાએ આવેશમાં આવીને પોતાના પેટના જણ્યા પર પણ હુમલો કર્યો, જેમાં બાળકના ડાબા હાથમાં ગંભીર ઈજા થઈ છે. પત્નીને માથાના ભાગે અને બંને હાથો પર ગંભીર ઘા વાગ્યા છે. પાડોશીઓએ ચીસાચીસ સાંભળી પોલીસને જાણ કરતા મોટી દુર્ઘટના ટળી હતી.

આ સમાચાર પણ વાંચો : Major Crackdown at Mumbai Airport: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ વિભાગની સર્જિકલ સ્ટ્રાઈક: ₹૨૩.૫ કરોડનું ડ્રગ્સ અને ₹૮૫ લાખનું સોનું ઝડપાયું; ૩ તસ્કરોની ધરપકડ.

MIDC પોલીસ દ્વારા ધરપકડ અને હોસ્પિટલમાં સારવાર

પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી લોહીલુહાણ હાલતમાં માતા-પુત્રને જોગેશ્વરીની ટ્રોમા કેર હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. હાલમાં તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. MIDC પોલીસે આરોપી પતિ વિરુદ્ધ હત્યાના પ્રયાસઅને અન્ય ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી લીધી છે.

 

Charkop Child Labour Rescue ચારકોપમાં ઈમિટેશન જ્વેલરી ફેક્ટરીમાંથી ૧૩ બાળમજૂરોને મુક્ત કરાવતી પોલીસ, સંચાલકો સામે ગુનો દાખલ
Ghatkopar Flesh Trade Racket મુંબઈમાં ઓનલાઈન સેક્સ રેકેટનો પર્દાફાશ, ઘાટકોપર પોલીસે બે મહિલાને મુક્ત કરાવી મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી
Mumbai Cancer Fraud પૂજાપાઠથી કેન્સર મટાડવાનો દાવો કરી વૃદ્ધા સાથે ₹૬૯.૩૦ લાખની છેતરપિંડી, બે ઢોંગી બાબાઓ સામે ગુનો દાખલ
Virar Road Accident જીવદાની માતાના દર્શને જઈ રહેલા માતા અને ૪ વર્ષની બાળકીને ટેન્કરે કચડ્યા, બંનેના ઘટનાસ્થળે જ કરૂણ મોત
Exit mobile version