News Continuous Bureau | Mumbai
ભારે વરસાદ(Heavy rain)ને કારણે મુંબઈ(Mumbai)ના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાવવાની પરિસ્થિતિ પેદા થઇ છે. મુંબઈના અંધેરી વિસ્તારમાં સબ વે(Andheri Subway) માં આશરે બે ફૂટ જેટલા પાણી ભરાયા(waterlogged) હોવાને કારણે સ્વામી વિવેકાનંદ રોડ પર ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મુંબઈ મહાનગરપાલિકા(VMC)ના પંપ શરૂ કરવામાં આવ્યા છે તેમજ સ્થળ પર મુંબઈ પોલીસ(Mumbai police)ના અધિકારીઓ પહોંચી ગયા છે. પ્રશાસને લોકો ને વધુ કાળજી લેવા માટે આહવાન કર્યું છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈ શહેર નો આજનો મોસમ આવો રહેશે- હવામાન વિભાગ અને મહાનગરપાલિકાએ આપી આ ચેતવણી
