Aishwarya Majmudar Rangtaali: બોરિવલી ખાતે એશ્વર્યા મજમુદારના સંગાથે નવરાત્રીનું ઝળહળતું બીજું વર્ષ

Aishwarya Majmudar Rangtaali: મુંબઈમાં બોરીવલી ખાતે આ વર્ષે સુપરહિટ નવરાત્રી.

Another sparkling year of Navratri with Aishwarya Majmudar Rangtaali at Borivali

News Continuous Bureau | Mumbai 

Aishwarya Majmudar Rangtaali: દર વર્ષે નવરાત્રી પતે કે એના બીજા જ દિવસથી ખેલૈયાઓને ગરબાની યાદ આવવા લાગે છે અને એમાંય જો તમે ઐશ્વર્યા મજમુદાર જોડે ‘રંગતાળી’માં ગરબે ઘુમ્યા હોવ તો તો ચોક્કસ આવવાની જ! 

Join Our WhatsApp Community

ગયા વર્ષે ખેલૈયાઓ આ ગરબા પ્રિન્સેસ જોડે ઉત્સવ જેવા દસ દિવસ ગરબે ઘુમ્યા હતાં.

 બોરિવલીનું ( Borivali Navratri ) જનરલ અરુણકુમાર વૈદ્ય મેદાન એ વાતનું સાક્ષી છે. ‘રંગતાળી ૨૦૨૪’ આ વર્ષે ફરીથી ‘રંગતાળી ૨૦૨૩’ જેવા જ અભૂતપૂર્વ ઉત્સવના દિવસો લઈને આવી રહ્યું છે.

Another sparkling year of Navratri with Aishwarya Majmudar Rangtaali at Borivali

Another sparkling year of Navratri with Aishwarya Majmudar Rangtaali at Borivali

બોરીવલીમાં સતત બીજા વર્ષે લોકલાડીલી ગાયિકા એશ્વર્યા મજમુદાર ( Aishwarya Majmudar ) ‘પ્રિન્સેસ ઓફ ગરબા’ રમઝટ બોલાવવા આવી રહી છે. તારામતી ચેરીટેબલ ફાઉન્ડેશન, સુરભી ગ્રુપ, યશ એન્ટરટેનમેન્ટ અને પામ ઇન્ડિયન આયોજિત ‘રંગતાળી’ ઉત્સવનું આ બીજું વર્ષ છે. વિપુલભાઈ શાહ, મિતુલભાઈ શાહ, પંકજભાઈ કોટેચા, રાજ પ્રકાશ સુર્વેની અથાગ મહેનત અને ધારાસભ્ય પ્રકાશભાઈ સૂર્વેના આશીર્વાદથી આ વર્ષે પણ એશ્વર્યા મજમુદાર મુંબઈ આખાને પોતાના સૂરીલા કંઠ પર ડોલાવશે.

૩જી ઓક્ટોબરથી ૧૨મી ઓક્ટોબર ૨૦૨૪ સુધી યોજાનારા ઉત્સવની તડામાર તૈયારીઓ લગભગ પૂર્ણ થવામાં છે. આ મેદાન પર ગયા વર્ષે લાખો ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. આખા ઉત્સવ દરમિયાન આ ગરબા પ્રિન્સેસની જોરદાર એન્ટ્રીઓથી આખી મુંબઈ અભિભૂત થઈ ગઈ હતી. અત્યંત સફળ એવી ગયા વર્ષની નવરાત્રિ જેવી જ જમાવટ કરવા માટે આ વર્ષે પણ જબરદસ્ત તૈયારીઓ કરવામાં આવી છે.

 ૨૦૦૮માં ‘અમુલ સ્ટાર વોઇસ ઇન્ડિયા’ સ્પર્ધામાં અમિતાભ બચ્ચનના વરદ હસ્તે મેળવેલ ‘છોટે ઉસ્તાદ’ એવોર્ડથી લઈને આ વર્ષે અમેરિકામાં વડાપ્રધાન મોદીના ‘ઇન્ડિયન ડાયસ્પોરા’ કાર્યક્રમના મંચ પરથી વડાપ્રધાન સહિત ૧૪૦૦૦ શ્રોતાઓ સામે ભારતનું રાષ્ટ્રગીત રજુ કરવા સુધીની એશ્વર્યાની આ અદભુત સફર ‘રંગતાળી’માં લાખો ખેલૈયાઓને સથવારે નવરાત્રોત્સવ ( Navratri Garba ) ઉજવીને આગળ વધવા કટીબદ્ધ છે. 

Aishwarya Majmudar Rangtaali: ‘રંગતાળી’ની ટીમ તૈયાર છે. તમે તૈયાર છો? 

અદ્યતન સુવિધાઓ સાથેનું આ ગ્રાઉન્ડ ખેલૈયાઓને આવકારવા માટે તૈયાર થઈ રહ્યું છે ત્યારે અત્રે નોંધનીય વાત એ છે કે પાસીસ લેવા માટે અત્યારથી પડાપડી થઈ રહી છે. રાસ ગરબાની મોજ સાથે ખેલૈયાઓ સ્વાદનો ચટાકો માણી શકે એ માટે અનેક ફૂડ સ્ટોલ્સની પણ વ્યવસ્થા છે. પાર્કિંગની સગવડ સાથે આખા ગ્રાઉન્ડમાં વુડન ફ્લોરિંગ આપવામાં આવ્યું છે જેથી કદાચ માતાજી સાથે જો વર્ષારાણી પણ પધારે તો ખેલૈયાઓના આનંદમાં બ્રેક નહીં પડે.

Another sparkling year of Navratri with Aishwarya Majmudar Rangtaali at Borivali

આ સમાચાર પણ વાંચો :  Har Ghar Durga Abhiyan: મહારાષ્ટ્રની યુવતીઓને આપવામાં આવશે સ્વરક્ષણની તાલીમ, લોકસભા સ્પીકર ઓમ બિરલાના હસ્તે ‘હર ધર દુર્ગા’ અભિયાન થશે શરૂ..

નવરાત્રિ ૨૦૨૩ની ( Navratri  ) વાત જ નિરાળી હતી અને હવે નવરાત્રિ ૨૦૨૪માં અમારો જ એ રેકોર્ડ તોડવા માટે અમે તૈયાર છીએ. જ્યારે નાનીમોટી બધી જ સુવિધાઓ વચ્ચે ગરબા રમવાના હોય ત્યારે મોજ બેવડાઈ જતી હોય છે. ઉત્સવના માહોલ વચ્ચે માતાજીની આરાધનાના અવસર ઉજવવા જે રીતે પાસ મેળવવા માટે પડાપડી થઈ રહી છે એ જોતાં ઐશ્વર્યા તેમ જ રંગતાળી સાથેના આપના વિશ્વાસનો તંતુ કેટલો ગાઢ રીતે જોડાયો છે એની પ્રતીતિ થઈ રહી છે. ગયા વર્ષની અભૂતપૂર્વ સફળતા માટે આયોજકો ગરબારસિકોના આભારી છે અને સતત બીજી વાર એ જ સ્થળે, દસેદસ દિવસ સંપૂર્ણ તૈયારી સાથે ફરી આયોજન કરવામાં આવ્યું છે. ગયા વર્ષના વાઇબ્સ અદ્દ્ભુત હતાં તો આ વર્ષના વાઇબ્સ પણ ગજબ છે. આપની લાડલી એશ્વર્યા મજમૂદારની પોપ્યુલારિટીને ધ્યાનમાં રાખતા પહેલેથી જ સૂચારુ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ગયા વર્ષે ઐશ્વર્યાએ ( Aishwarya Majmudar Navratri ) પોતાની એન્ટ્રીઝમાં જે રીતે એક્સપરિમેન્ટ કર્યાં હતાં એ જ રીતે આ વર્ષે પણ કશુંક નવીન આવી રહ્યું છે. તે ઉપરાંત આ વખતે ગીતોની પસંદગીમાં પણ તમે જુદો અનુભવ કરશો. તો, રાહ શેની જુઓ છો!

Aishwarya Majmudar Rangtaali:  તમારી ટિકિટો આજે જ બુક કરાવી લો.

તો, મળીએ નવલા નોરતાના પ્રથમ દિવસે સાંજે સાડાસાત વાગ્યાથી.

Another sparkling year of Navratri with Aishwarya Majmudar Rangtaali at Borivali

 

Thackeray Brothers Reunion: 23 જાન્યુઆરીએ મુંબઈમાં સર્જાશે ઈતિહાસ! ઉદ્ધવ અને રાજ ઠાકરે એક જ મંચ પર, શું મહારાષ્ટ્રના રાજકારણમાં આવશે નવું તોફાન?
Mumbai Metro 9 Update: મુંબઈ મેટ્રોનું નવું સોપાન! ફેબ્રુઆરીમાં શરૂ થશે દહિસર-ભાઈંદર રૂટ, લોકલ ટ્રેનના ધસારામાંથી મળશે મોટી રાહત; જાણો સ્ટેશનોની વિગત
Navi Mumbai Connectivity: મુંબઈનું નવું લાઈફલાઈન જોડાણ! અટલ સેતુ અને કોસ્ટલ રોડ એકબીજાને મળશે, પનવેલથી મરીન ડ્રાઈવ જવું હવે સપનું નહીં રહે; જાણો માસ્ટર પ્લાન
Mumbai News: મુંબઈના માલાડમાં મેટ્રો પિલર નીચે બસ બની ‘આગનો ગોળો’! વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર વાહનોની લાંબી કતારો; મેટ્રો સેવા પણ ખોરવાઈ
Exit mobile version