Site icon News Continuous Bureau | Mumbai

BMC Anti-Encroachment Drive: મુંબઈમાં બીએમસી નું બુલડોઝર ગરજ્યું: કાંદિવલીમાં ગેરકાયદે દબાણો પર મોટી કાર્યવાહી, અનેક બાંધકામો તોડી પડાયા.

મહાવીર નગર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ વિરોધી ઝુંબેશ; મુંબઈના મેયર રિતુ તાવડેએ ગેરકાયદે ફેરિયાઓ સામે કડક કાર્યવાહીના આપ્યા સંકેત.

BMC Anti-Encroachment Drive: મુંબઈમાં બીએમસી નું બુલડોઝર ગરજ્યું: કાંદિવલીમાં ગેરકાયદે

BMC Anti-Encroachment Drive: મુંબઈમાં બીએમસી નું બુલડોઝર ગરજ્યું: કાંદિવલીમાં ગેરકાયદે

News Continuous Bureau | Mumbai
BMC Anti-Encroachment Drive મુંબઈ મહાનગરપાલિકા (BMC) દ્વારા શહેરને દબાણ મુક્ત બનાવવા માટેની ઝુંબેશ તેજ કરવામાં આવી છે. મુંબઈના કાંદિવલી વિસ્તારમાં બીએમસીએ પોલીસના સહયોગથી મોટા પાયે દબાણ વિરોધી ઝુંબેશ હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમિયાન અનેક ગેરકાયદે બાંધકામો ને તોડી પાડવામાં આવ્યા હતા. પાલિકાની આ આક્રમક કાર્યવાહીથી ગેરકાયદે દબાણ કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.આ તોડી પાડવાની કાર્યવાહી બીએમસીના આર-સાઉથ વોર્ડ અને આર-સેન્ટ્રલ વોર્ડના કર્મચારીઓ દ્વારા કાંદિવલી પોલીસ સ્ટેશનના સહયોગથી મહાવીર નગર વિસ્તારમાં કરવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ, લાંબા સમયથી આ વિસ્તારમાં ફૂટપાથ અને જાહેર રસ્તાઓ પર દબાણની ફરિયાદો મળી રહી હતી. જેના પગલે પાલિકાએ આકરો નિર્ણય લઈને બુલડોઝર ફેરવી દીધું હતું.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી

કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ઓપરેશન દરમિયાન ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. પાલિકાના અધિકારીએ જણાવ્યું કે, આ ઝુંબેશ અત્યંત શાંતિપૂર્ણ રીતે પાર પડી હતી અને ક્યાંય પણ વિરોધ પ્રદર્શન કે ઘર્ષણની ઘટના નોંધાઈ નથી. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ રસ્તાઓ પર ટ્રાફિકની સમસ્યા હળવી કરવાનો અને રાહદારીઓ માટે જગ્યા ખુલ્લી કરવાનો છે.

Join Our WhatsApp Channel

મેયર રિતુ તાવડેનું કડક વલણ

મુંબઈના મેયર રિતુ તાવડેએ પણ આ મામલે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. તેમણે ખાસ કરીને ગેરકાયદેસર બાંગ્લાદેશી ફેરિયાઓસામે વધુ ઝડપી અને કડક કાર્યવાહી કરવાનું વચન આપ્યું છે. મેયરે જણાવ્યું હતું કે, મુંબઈની ઓળખ અને સુરક્ષા સાથે કોઈ સમજૂતી કરવામાં આવશે નહીં. આગામી દિવસોમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ આ પ્રકારની ઝુંબેશ ચલાવવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : Rajya Sabha Election 2026: મોટો પલટવાર! રાજ્યસભામાં વિપક્ષી ગઢમાં ગાબડું? લાલુ, ઉદ્ધવ અને પવાર માટે પ્રતિષ્ઠાનો જંગ; જાણો કોની ખુરશી જોખમમાં.

નાગરિકો માટે સુવિધામાં વધારો

બીએમસીની આ કાર્યવાહીને સ્થાનિક રહીશોએ આવકારી છે. ફૂટપાથ પરથી દબાણો હટતા હવે લોકોને ચાલવામાં સરળતા રહેશે. પાલિકાએ ચેતવણી આપી છે કે જો ફરીથી દબાણ કરવાનો પ્રયાસ કરવામાં આવશે, તો તેમની સામે કાયદેસરની કાર્યવાહીની સાથે ભારે દંડપણ વસૂલવામાં આવશે. મુંબઈને સ્માર્ટ અને સ્વચ્છ બનાવવા માટે પાલિકા હવે સતત મોનિટરિંગકરશે.

Iqbal Kaskar Attached Property Encroachment ઇકબાલ કાસકર સાથે જોડાયેલી થાણેની જપ્ત મિલકતમાં ઘૂસણખોરી ED એ નોંધાવી નવી FIR!
BMC Demolition Drive Dadar દાદર ફ્લાવર માર્કેટ અને સેનાપતિ બાપટ માર્ગ પર BMC નું બુલડોઝર ૧૨ ગેરકાયદે બાંધકામો તોડી પડાયા!
Charkop Police Mobile Phone Recovery ઘરફોડ ચોરીમાં ગયેલા ૪૯ નવા મોબાઇલ ઉત્તર પ્રદેશમાંથી જપ્ત ચારકોપ પોલીસે મૂળ ફરિયાદીને સોંપ્યા!
Dadar Kabutarkhana Acrylic Sheets દાદર કબૂતરખાના ફરતે પારદર્શક એક્રેલિક શીટ્સ બેસાડાઈ ફેરિયાઓના ગેરકાયદે દબાણો રોકવા BMC ની કડક કાર્યવાહી!
Exit mobile version