Site icon

શોકિગ ન્યુઝ : મલાડમાંથી ૩૭ લાખ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું.

ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો.
મુંબઈ, 22 એપ્રિલ 2021.
ગુરુવાર.
   મુંબઈના પરાં માલાડ વિસ્તારમાંથી ડ્રગ કેસમાં એક શંકાસ્પદ શખ્સની એન્ટી નાર્કોટિક્સ સેલના અદિકારીઓએ ધરપકડ કરી છે. એન્ટી નાર્કોટિક્સ સેલ ને મળેલી માહિતી મુજબ તેઓ આ વિસ્તારમાં ડ્રગ પેડલરની શોધમાં નીકળ્યા હતા.ગઈકાલે પેટ્રોલિંગ કરતી વખતે મુંબઈની મલાડ પશ્ચિમમાં રાયન ઇન્ટરનેશનલ સ્કૂલ, એવરશાઇન નગર માં રાજેન્દ્ર વિહાર સોસાયટી પાસે બપોરે દોઢ વાગે  એક  શંકાસ્પદ શખ્સની ધરપકડ કરી હતી. તેની પાસેથી એ એન એસના અધિકારીઓએ કુલ 173 એલએસડી પેપર અને 37.5 ગ્રામના વજનવાળી  MDMAની ગોળીઓ જપ્ત કરી હતી. જેની કિંમત અંદાજે 37 લાખ રૂપિયા જેટલી હોવાનું માનવામાં આવે છે.


   ગત વર્ષના જુલાઈ મહિનામાં બોલિવૂડ એક્ટર સુશાંત સિંગ રાજપૂતની કથિત આત્માહત્યા પ્રકરણ પછી તેના ઉપર ડ્રગ સેવનનો આરોપ પણ મુકવામાં આવ્યો હતો.  ત્યારથી મુંબઈ શહેરમાં ડ્રગ સંબંધે પોલિસ અને એન્ટી નાર્કોટિક્સ ડીપાર્ટમેન્ટ વધુ સજાગ થઇ ગયું છે. સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની નાર્કોટિક્સ સેન્ટ્રલ બ્યુરો દ્વારા પુછપરછ પછી તેને હિરાસતમાં લેવામાં આવી હતી. એ વખતે બોલીવૂડના ઘણા મોટા માથાઓની ડ્રગ કેસમાં સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું જેને પગલે એનસીબીએ ઘણા સેલેબ્રિટીઓને પોતાની હિરાસતમાં લઈને પૂછતાછ કરી હતી. જોકે એનસીબી હજુ પણ ઘણા સેલેબ્રિટીઓની પૂછતાછ કરી રહી છે.

Join Our WhatsApp Community

કોરોના કોઈને છોડતો નથી : આ દિગ્ગજ રાષ્ટ્રીય નેતાના દીકરા નું કોરોના થી નિધન.
 

Dharavi fire Mumbai: ધારાવીમાં લાગી આગ: બાંદ્રા-માહિમ વચ્ચે ટ્રેન સેવાઓ ખોરવાઈ, ૫ ટ્રેનોને અસર
Mangal Prabhat Lodha threat case: મંત્રી મંગલપ્રભાત લોઢાને ધારાસભ્ય અસ્લમ શેખની ધમકી: પોલીસ કમિશનરને ફરિયાદ દાખલ
Mumbai Local Railway: મુંબઈકરો માટે અગત્યના સમાચાર; રવિવારે રેલવેના ‘આ’ માર્ગો પર રહેશે મેગાબ્લોક
Travis Scott concert: ચોરોની ‘ચાંદી’: રૅપર ટ્રેવિસ સ્કૉટના કૉન્સર્ટમાં ચોરોએ મચાવ્યો હાહાકાર, ૩૬ લોકોના અધધ આટલા લાખના કિંમતી સામાનની ચોરી.
Exit mobile version