Site icon

ચોંકાવનારું.. કાંદિવલી પોલીસ સ્ટેશનમાં એક પોલીસ અધિકારીએ વકીલને ઝીંકી દીધી થપ્પડ, હવે થઇ કડક કાર્યવાહી.. જાણો શું છે સમગ્ર મામલો..

Chhatrapati Sambhaji Nagar Police Issued A Red Alert In The City

મહારાષ્ટ્રમાં વધ્યા રમખાણો, આ શહેરમાં પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા જાહેર કર્યું રેડ એલર્ટ, વધારી દીધું પેટ્રોલિંગ…

News Continuous Bureau | Mumbai

કાંદિવલી પોલીસ સ્ટેશનના એક પોલીસ અધિકારીએ પોલીસ સ્ટેશનમાં જ વકીલને માર માર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે 17 માર્ચે, બોરીવલી મેટ્રોપોલિટન કોર્ટમાં કામ કરતા વકીલોના જૂથના દબાણને પગલે, આ કેસની તપાસ ચાલુ રહે ત્યાં સુધી સંબંધિત પોલીસ અધિકારીને ફરજિયાત રજા પર મોકલી દેવામાં આવ્યો છે.

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ આ કેસમાં વકીલએ જણાવ્યું હતું કે, ‘મારા મિત્રની બહેનની અકસ્માત કેસમાં ધરપકડ કરવામાં આવી હતી, તે તેના જામીન લેવા માટે પોલીસ સ્ટેશન ગયા હતા, જ્યારે તે પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે તેમને મહિલા પોલીસ અધિકારીએ બહાર બેસવાનું કહ્યું હતું. જયારે તેમના મિત્રએ તેમને કહ્યું કે તમને બોલાવવામાં આવ્યા છે, ત્યારે હું તે તપાસ અધિકારીની કેબિનમાં પ્રવેશી રહ્યો હતો ત્યારે એપીઆઈ પણ કેબિનમાંથી બહાર આવી રહ્યા હતા અને કેબિનમાં પ્રવેશતી વખતે તેમને અકસ્માતે ધક્કો વાગી ગયો દીધો હતો. મેં એપીઆઈની માફી માંગી હતી, પરંતુ જ્યારે તેમને ખબર પડી કે હું વકીલ છુ તો તેમણે થપ્પડ મારવાનું શરૂ કરી દીધું હતું’ જે બાદ વકીલએ તેમના સાથી વકીલનો સંપર્ક કર્યો હતો અને તેમને પોલીસ સ્ટેશનમાં માર મારવામાં આવી રહ્યો હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ સાથી વકીલ પોલીસ સ્ટેશને આવ્યા ત્યારે તેઓ વરિષ્ઠ પોલીસ અધિકારીને મળ્યા હતા અને તેમને આ બાબતે જાણ કરી હતી. પરંતુ પોલીસ અધિકારીઓએ આ દાવાને નકારી કાઢ્યો હતો.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : PM મોદી દ્વારા ઉદ્ઘાટન કરાયેલા આ હાઈવે પર રાત્રી મુસાફરી બની રહી છે જોખમી, ક્યારેક વાહનો પર પથ્થરમારો અને તો ક્યારેક લૂંટફાટ..

ત્યારબાદ આ મામલે વકીલોનું એક જૂથ નાયબ પોલીસ કમિશનરને મળ્યું હતું. તેમણે ખાતરી આપી હતી કે આ બાબતની તપાસ કરવામાં આવશે અને પોલીસ અધિકારીને ફરજિયાત રજા પર મોકલવામાં આવશે. દરમિયાન સાથી વકીલ એમ પણ જણાવ્યું હતું કે વકીલોના જૂથે માહિતીના અધિકાર હેઠળ જે તે સમયે પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ આપવા માંગ કરી છે.

ઉલ્લેખનીય છે કે ઉપનગરીય મુંબઈના બોરીવલીમાં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં સેંકડો વકીલો ગુરુવારે હડતાળ પર ઉતરી ગયા હતા

BMC Election: મુંબઈનું ડિજિટલ રાજકીય યુદ્ધ: ભાજપ ‘માર્વેલ-સ્ટાઇલ’ અભિયાન સાથે મોખરે, વિપક્ષ પાછળ છૂટ્યો
Devendra Fadnavis Mumbai master plan: મુંબઈની કાયાપલટ: દેવેન્દ્ર ફડણવીસનો ‘માસ્ટર પ્લાન’ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો નવો યુગ
Mumbai Mega Block: મુંબઈગરાઓ ધ્યાન આપો! રવિવારે મધ્ય અને ટ્રાન્સ-હારબર રેલ્વે પર મેગા બ્લોક; લોકલ ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર, જાણો વિગતો
Mumbai: ગોરેગાંવમાં વહેલી સવારે માતમ: ભીષણ આગમાં આખો પરિવાર હોમાયો, ધુમાડાના ગોટેગોટામાં ગૂંગળાઈ જવાથી ત્રણના મોત
Exit mobile version