News Continuous Bureau | Mumbai
મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ થાણે જિલ્લાના ભિવંડી તાલુકાના પ્રાચીન શ્રી વજ્રેશ્વરી યોગીનીદેવી સંસ્થાનના મુખ્ય સુપરવાઈઝર અને જનસંપર્ક અધિકારી તરીકે ખ્રિસ્તી વ્યક્તિની નિમણુંક કરવામાં આવી છે. શ્રી વજ્રેશ્વરી યોગીનીદેવી સંસ્થાનના પ્રમુખ તરફથી આ વ્યક્તિને આ અંગેનો સત્તાવાર પત્ર પણ મોકલવામાં આવ્યો છે. આ વ્યક્તિને મંદિરની મુલાકાત લેતા દાતાઓ અને મહાનુભાવો, સરકારી અધિકારીઓ, કોર્ટની ફરજો નિભાવવા, મંદિરના મેદાનનું નિરીક્ષણ કરવા અને મંદિરના સંચાલકોને મદદ કરવાની મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે.
હિન્દુઓમાં રોષ
આ પત્ર સોશિયલ મીડિયા પર ફરતા થયા બાદ ધાર્મિક હિંદુઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને એવો સવાલ ઉઠાવવામાં આવી રહ્યો છે કે, “શું એક પણ ચર્ચ કે મસ્જિદના સંચાલક તરીકે કોઈ હિંદુ વ્યક્તિને નિયુક્ત કરવામાં આવે છે?”
वज्रेश्वरी माता मंदिर में मंदिर सुपरवायझर – फ्रान्सिस जोसेफ लेमोस@ReclaimTemples @ratihegde @amitsurg @Sadhvi_prachi pic.twitter.com/tYOaXUBcLS
Join Our WhatsApp Community — 🚩 Ramesh Shinde 🇮🇳 (@Ramesh_hjs) April 12, 2023
શ્રી વજ્રેશ્વરી મંદિરનું મહત્વ!
મહત્વનું છે કે શ્રી વજ્રેશ્વરી દેવીનું મંદિર એક અદ્ભુત સ્થાપત્યનો નમૂનો છે. વજ્રેશ્વરી તેના ગરમ ઝરણા માટે પ્રખ્યાત છે. મહારાષ્ટ્ર સરકારે આ મંદિરને ‘ધાર્મિક પ્રવાસન સ્થળ’નો દરજ્જો આપ્યો છે અને મંદિર અને તેના પરિસરનો રાજ્ય સરકાર દ્વારા વિકાસ કરવામાં આવશે. નાથ સંપ્રદાયની મધ્યકાલીન સંસ્કૃતિમાં શ્રી વજ્રેશ્વરી મંદિરનો ઉલ્લેખ જોવા મળે છે. વજ્રેશ્વરીદેવીનું જૂનું મંદિર અહીંના જંગકાટી ગામમાં હતું. ઐતિહાસિક સંદર્ભો સૂચવે છે કે વર્તમાન મંદિર ચીમાજી અપ્પાએ બંધાવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો:અક્ષય તૃતીયા પર સોનાની સાથે 2 વસ્તુઓ અવશ્ય ખરીદો..પ્રાપ્ત થાય છે સૌભાગ્ય
