Site icon News Continuous Bureau | Mumbai

વાહ! બોરીવલીના આ બગીચાની લટાર મારવા જેવી છે, નિર્જન પ્લૉટ પર ઊભું કર્યું નંદનવન; જાણો વિગત અને જુઓ ફોટોગ્રાફ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 2 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Channel

શનિવાર

બોરીવલી (વેસ્ટ)માં ચીકુવાડીમાં ઉજ્જડ-વેરાન જમીનના ટુકડા પર મુંબઈ મહાનગરપાલિકાએ પામ ગાર્ડન  અને સુંગધી ગાર્ડન બનાવ્યું છે. અહીં જુદી જુદી ઔષધી વનસ્પતિઓનાં ઝાડ, સુંગધી ફૂલોની સાથે પામ ટ્રી લગાડવામાં આવ્યાં છે. એટલું જ નહીં, પણ અહીં નાગરિકો માટે જોગિંગ ટ્રેકની સાથે જ એક્સરસાઇઝ કરવાની સગવડ પણ ઉપલ્બધ કરવામાં આવી છે.

ચીકુવાડીમાં વસંત ઇન પામ, રેડ લૅટિન પામ, ફૉક્સટેલ પામ, ફિશટેલ પામ, બિસ્માર્કિયા પામ, સિલ્વર પામ, સ્વામ્પ ફૅન પામ, લિવ્હેસ્ટોનિયા, મૅજિસ્ટિક પામ જેવી જુદી જુદી જાતનાં પામ ટ્રી છે.

સુંગધી ગાર્ડનમાં પણ અલગ અલગ પ્રકારની સુંગધના છોડ છે. એમાં ગુલાબ, મોગરા, ચાફા, અનંત, કરેણ, કામિની, સાયલી, લિલી, કેવડો જેવાં ફૂલોની સાથે લીલી ચા, બાસમતી, અરડૂસી, તુલસી જેવા ઔષધી વનસ્પતિના પણ છોડ છે.

અહીં દરરોજ ૬૫ હજાર લિટર પાણીની આવશ્યકતા હોય છે. એ માટે ગાર્ડનમાં ખાડા તૈયાર કરીને એમાંથી ઉપલબ્ધ થનારું પાણી વાપરવામાં આવે છે. એને કારણે દરરોજ ૩૦થી ૪૦ હજાર લિટર પાણીની બચત થાય છે.

મુંબઈમાં ફરી એક વખત કારચાલકે પોલીસકર્મી પર કાર ચડાવવાનો કર્યો પ્રયાસ, જુઓ વીડિયો અને જાણો વિગતે 

MPSC Paper Leak Mumbai Crime Branch એમપીએસસી પેપર લીક પ્રકરણમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે વધુ એક વોન્ટેડ આરોપીને ઝડપ્યો, કુલ ધરપકડ ૧૨ પર પહોંચી
Colaba Businessman Share Trading Fraud શેર ટ્રેડિંગના નામે સાયબર ગઠિયાઓએ કોલાબાના વેપારી અને સાથીદાર સાથે ₹૪.૯૨ કરોડની છેતરપિંડી આચરી
Kurla Minor Murder Case પિતાના મિત્રએ ૧૭ વર્ષીય સગીરાનું ગળું દબાવી કરી હત્યા છેડતીનો વિરોધ કરતાં વેલણ વડે કર્યો જીવલેણ હુમલો
Ambernath Infant Kidnapping Solved અંબરનાથમાં ૨૫ દિવસના નવજાત શિશુનું અપહરણ પોલીસે માત્ર ૪ કલાકમાં બાળકને છોડાવ્યું, ૪ મહિલા સહિત ૫ આરોપીઓ ઝડપાયા
Exit mobile version