Site icon

બાપરે.. જુહુ દરિયા કાંઠાની 2 હજાર ચોરસ મીટર જમીનનું ધોવાણ થયું.. જાણો માછીમારો કંઈ સમસ્યા નો સામનો કરી રહયાં છે..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

17 સપ્ટેમ્બર 2020 

મુંબઈમાં કોસ્ટલ રોડ પ્રોજેક્ટ માટે દરિયામાં ભરણી કરવામાં આવી રહી છે. જેને કારણે જો જુહુ તટની લગભગ બે હજાર ચોરસમીટર જમીન દરિયાના પાણીમાં ગરક થઈ ગઈ છે. જોકે આમાં જમીનનું ધોવાણ પણ કારણભૂત છે. આ ઉપરાંત થોડા સમય પહેલા આવેલા ચક્રવાતને કારણે પણ  થોડી અસર થઈ છે. મુંબઈ શહેરમાં દરીયા કાંઠાની આશરે 2000 ચોરસ મીટર જમીનનું ધોવાણ થઈ ગયું છે. જેને કારણે સ્થાનીક  માછીમારોના ઝૂંપડાંમાં પાણી ભરાઈ રહયાં છે. જ્યા થોડા સમય પહેલાં તેઓ પોતાની બોટ લાંગરતાં હતા અને પકડેલી માછલીઓ સુકાવતા હતાં. પરતું હવે કોઈ જમીન તેમના માટે આ સ્થળે બચી નથી. દરિયાનું ખરું પાણી છેક તેઓના ઘરો સુધી આવી ગયું છે. 

દરિયા કિનારે રસ્તાઓ બની રહયાં હોવાને કારણે જુહુના પશ્ચિમ દરિયાકાંઠે બહુ જલ્દી જમીનનું ધોવાણ થઇ રહ્યું છે.  જે અંગે હાલ મેરિટાઈમના અધિકારીઓ મહત્વાકાંક્ષી દરિયાકાંઠાના માર્ગ પ્રોજેક્ટ સહિત, દરિયાકાંઠાના માળખાગત વપરાશ માટે પાણીમાં જતી રહેલી જમીન ફરીથી મેળવવાનો પ્રયાસ કરી રહયાં છે. 

 જુહુ, વર્સોવા ના દરિયા કિનારે રહેતાં કેટલાક માછીમારોએ એમ પણ કહ્યું હતું કે, એમએમબીએ ગત વર્ષે સાત બંગલા નજીક બીચ પર ટેટ્રપોડ લગાવ્યા હતા જેથી દરિયાના તરંગોને આગળના કાંઠે વધતાં અને બાજુની ઝૂંપડપટ્ટીમાં જતા અટકાવી શકાય. સૂત્રોના જણાવ્યા મુજબ મત્સ્યોદ્યોગ અને પર્યાવરણ વિભાગના અધિકારીઓએ કહ્યું કે તેઓ જુહુ ક્ષેત્રમાં માછીમારોની ચિંતાઓ પર વિશેષ ધ્યાન આપી રહયાં છે. દરિયાકાંઠાના માર્ગ પ્રોજેક્ટને કારણે પણ આ ક્ષેત્રમાં માછીમારોને નોંધપાત્ર અસર થઈ છે. જોકે, અધિકારીઓએ હજુ સુધી આ મામલે કોઈ નિર્ણાયક પગલા ભર્યા નથી. સ્થાનિકોને અપેક્ષા છે જુહુ દરિયા કિનારાની આ ચિંતા અંગે અધિકારીઓ તરફથી યોગ્ય પ્રતિસાદ મળશે. અને જુહુ કાંઠાના માછીમારો પહેલાની જેમ ફરી બોટ લાંગરતાં અને કિનારે માછલીઓ સુકાવતાં થઈ જશે..

Digital arrest scam: મુંબઈમાં ‘ડિજિટલ એરેસ્ટ’ સ્કેમ: મુલુંડના ૭૨ વર્ષીય વૃદ્ધા સાથે ₹૩૨ લાખની છેતરપિંડી
Kalachowki Police: ૨૫ વર્ષથી ફરાર આરોપી આખરે સતારામાંથી ઝડપાયો: કાળાચોકી પોલીસની મોટી સફળતા
Mira Bhayandar mini cluster: મીરા-ભાઈંદરમાં ઓછામાં ઓછી ૫ ઈમારતોના ગ્રુપને મળશે ‘મિની ક્લસ્ટર’નો લાભ
MNS protest Mumbai: મુંબઈના ગિરગાંવની ગુજરાતી રેસ્ટોરન્ટમાં મરાઠી ભાષા પરથી MNSનો હંગામો; ૧૫ દિવસમાં કાર્યવાહીની માગણી
Exit mobile version