Site icon

Artificial Lakes : ગણેશ મૂર્તિ વિસર્જન માટે સજ્જ મુંબઈ, પાલિકાએ આ વર્ષે કૃત્રિમ તળાવોમાં કર્યો વધારો

Artificial Lakes : વિસર્જન માટે 191 કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે. કેટલીક જગ્યાએ ગણેશ મૂર્તિ સંગ્રહ કેન્દ્રો અને મોબાઈલ વિસર્જન સ્થળો પણ સ્થાપિત કરવામાં આવશે.

Artificial Lakes : Mumbai gears up for Ganesh festivities with 191 Artificial Lakes

Artificial Lakes : Mumbai gears up for Ganesh festivities with 191 Artificial Lakes

News Continuous Bureau | Mumbai 

Artificial Lakes : ગણેશોત્સવ (Ganeshotsav) દરમિયાન સમુદ્ર ચોપાટી સહિતના તળાવોમાં પાણીનું પ્રદૂષણ (water pollution) અટકાવવા માટે મહાનગરપાલિકા દ્વારા ગણેશ મૂર્તિઓનું વિસર્જન (Ganesh Idol Immersion) કરવા માટે કૃત્રિમ તળાવો (artificial lakes) બનાવવામાં આવી રહ્યા છે. આ વર્ષે મુંબઈ (Mumbai) માં 191 કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે અને પાછલા વર્ષોની સરખામણીમાં નવા કૃત્રિમ તળાવોની સંખ્યામાં 29નો વધારો થયો છે. તો કેટલીક જગ્યાએ ગણેશ મૂર્તિ સંગ્રહ કેન્દ્રો અને મોબાઈલ વિસર્જન સ્થળો પણ સ્થાપિત કરવામાં આવ્યા છે.

Join Our WhatsApp Community

દોઢ દિવસના ગણપતિ બાપ્પાની મૂર્તિનું વિસર્જન આજે

11 દિવસ સુધી ચાલતાં ગણેશ મહોત્સવનો પ્રારંભ થઈ ગયો છે. પહેલા દિવસે ગણપતિની પૂજા અને સ્થાપના કરવામાં આવે છે. દરરોજ 10 દિવસ સુધી વિધિ વિધાનની સાથે ગજાનંદની પૂજા કરવામાં આવે છે. આ વખતે 28 સપ્ટેમ્બર 2023માં અનંત ચતુર્દશીનાં દિવસે ગણપતિનું વિસર્જન થશે. જો કે કેટલાક લોકો દોઢ, ત્રણ, પાંચ દિવસો માટે ગણેશજીની સ્થાપના કરે છે. એટલે કે દોઢ દિવસના ગણપતિ બાપ્પાની મૂર્તિનું વિસર્જન આજથી શરૂ થશે. મ્યુનિસિપલ પ્રશાસને (BMC) આ વર્ષે કૃત્રિમ તળાવોની સંખ્યામાં વધારો કર્યો છે. ગત વર્ષે 162 કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા હતા. આ વર્ષે તળાવોની સંખ્યામાં વધારો કરીને 191 તળાવો બનાવવામાં આવ્યા છે. ગયા વર્ષે લગભગ 66,127 મૂર્તિઓનું કૃત્રિમ તળાવોમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. દર વર્ષે કૃત્રિમ વિસર્જન તળાવની સંખ્યા વધી રહી છે અને તેમાં વિસર્જન કરવામાં આવતી મૂર્તિઓની સંખ્યા પણ વધી રહી છે.

આ સમાચાર પણ વાંચો : Multimedia Exhibition : ભાતીગળ તરણેતર મેળામાં મલ્ટીમીડિયા પ્રદર્શનની મુલાકાત લેતા ગુજરાત રાજ્યના પ્રવાસન મંત્રી

વોર્ડ મુજબ કૃત્રિમ તળાવો

આ વર્ષે, મહાનગરપાલિકાના A વિભાગમાં પ્રથમ વખત 3 નવા કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે અને ઘાટકોપરમાં આ વર્ષે પણ છ નવા કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે. આમ, D વિભાગમાં 10, E વિભાગમાં 4, F દક્ષિણ વિભાગમાં 4, L વિભાગમાં 3, R ઉત્તર વિભાગમાં 2, S વિભાગમાં 9 કૃત્રિમ તળાવોની સંખ્યામાં વધારો થયો છે. તેથી G દક્ષિણ વિભાગ 5, H પૂર્વ વિભાગ 9, K પશ્ચિમ વિભાગ 3 અને P દક્ષિણ વિભાગ એક.

પાલિકાએ કરી આ અપીલ

કૃત્રિમ વિસર્જન તળાવની સાથે, કેટલીક જગ્યાએ ગણેશ મૂર્તિ સંગ્રહ કેન્દ્રો અને મોબાઈલ વિસર્જન સ્થળો પણ હશે. મ્યુનિસિપલ વહીવટીતંત્રે અપીલ કરી છે કે વિસર્જન સ્થળથી 1 થી 2 કિમીની ત્રિજ્યામાં રહેતા લોકોએ તેનો ઉપયોગ કરવો જોઈએ. નગરપાલિકાએ એવી પણ અપીલ કરી છે કે, વિસર્જન પહેલા આરતી, પૂજા વગેરેની વિધિ ઘરે કે જાહેર સ્થળોએ પૂર્ણ કરી ગણરાયને વિદાય આપવી, જેનાથી વિસર્જન સ્થળે ભીડ ઓછી થશે.

Bihar Bhawan in Mumbai: મુંબઈમાં બનશે ૩૦ માળનું નવું ‘બિહાર ભવન’; નીતીશ સરકારના આ પ્રોજેક્ટનું લોકેશન અને ખાસિયતો જાણી લો
Mumbai Metro 2B Update: મેટ્રો લાઇન 2B પર ૧૩૦ મીટર લાંબો કેબલ-સ્ટેડ ‘શૂન્ય પુલ’ તૈયાર; પૂર્વ અને પશ્ચિમ મુંબઈને જોડતા આ બ્રિજની જાણો ૫ મોટી ખાસિયતો
Western Railway Update: કાંદિવલી-બોરીવલી છઠ્ઠી લાઇનનું કામ પૂર્ણ; આજથી લોકલ ટ્રેનો સમયસર દોડશે, જાણો મુસાફરોને થનારા 5 મોટા ફાયદા.
Shaina NC: શાઇના એનસીએ ઠાકરે ભાઈઓ પર સાધ્યું નિશાન; ‘વર્ક ફ્રોમ હોમ’ના ટોણા સાથે મુંબઈના વલણો પર આપી આકરી પ્રતિક્રિયા.
Exit mobile version