Site icon

ડ્રગ્સ પ્રકરણમાં જપ્ત કરેલા પાસપોર્ટને પાછો મેળવવા માટે બોલીવુડના આ અભિનેતાના પુત્રની સેશન્સ કોર્ટમાં અરજી-જાણો વિગત

 News Continuous Bureau | Mumbai

કોર્ડેલિયા ક્રુઝ(Cordelia Cruise) પ્રકરણમાં ગુનો દાખલ થયા બાદ નાર્કોટિક્સ વિભાગે(Narcotics Department) જપ્ત કરેલા પાસપોર્ટને(passport) પાછો મેળવવા માટે બોલીવુડ બાદશાહ(Bollywood king) શાહરૂખ ખાનના(Shah Rukh Khan) પુત્ર આર્યન ખાને(Aryan Khan) સેશન્સ કોર્ટમાં(Sessions Court) અરજી કરી છે.  

Join Our WhatsApp Community

આ પ્રકરણમાં સ્પેશિયલ એનડીપીએસ કોર્ટના(Special NDPS Court) ન્યાયાધીશ વી.વી.પાટીલે(Judge VV Patil) નાર્કોટિક્સ વિભાગને એફિડેવિટ(Affidavit) પર પોતાની ભૂમિકા સ્પષ્ટ કરવાનો આદેશ આપી સુનાવણી 13 જુલાઈ સુધી મોકૂફ રાખી છે.

બે ઓક્ટોબરના નાર્કોટિક્સે ગોવા જતી કોર્ડેલિયા ક્રુઝ પર રેડ પાડીને ક્રુઝ પર રહેલા ડ્રગ્સને જપ્ત કર્યું હતું. આ પ્રકરણમાં શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ(Arbaaz Merchant) અને ફેશન ડિઝાઈનર(Fashion designer) મુનમુન ધમેચા(Moonmoon Dhamecha) સહિત અમુક લોકોની ધરપકડ કરી હતી.

આ સમાચાર પણ વાંચો : યાત્રી કૃપયા ધ્યાન દે-ઉત્તર ભારત જતી આ સમર સ્પેશિયલ ટ્રેનની સેવા લંબાવવામાં આવી-જાણો વિગત

મુંબઈ હાઈકોર્ટે(Mumbai High Court) 28 ઓક્ટોબર ના અમુક શરતો સાથે આર્યનના જામીન મંજૂર કર્યા હતા. ત્યારે તેનો પાસપોર્ટ તપાસ(Passport check) યંત્રણાને સોપવાની શરત રાખવામાં આવી હતી. તેથી આર્યનને પોતાનો પાસપોર્ટ નાર્કોટિક્સ વિભાગ પાસે જમા કર્યો હતો.

તાજેતરમાં નાર્કોટિક્સ આરોપપત્ર દાખલ કર્યો હોઈ તેમાં આર્યન ખાનને ક્લીન ચીટ(Clean Cheat) આપવામાં આવી હતી. તેથી આર્યને નાર્કોટિક્સ પાસે રહેલો પોતાનો પાસપોર્ટ પાછો મેળવવા માટે અરજી કરી હતી.
 

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version