Site icon

શિવસેનાનો સ્ટંટ હવે ભારે પડ્યો : નાળાનો કચરો કૉન્ટ્રૅક્ટર પર નહીં, પણ કર્મચારીને માથે નાખેલો, હવે કર્મચારીની તબિયત ખરાબ થઈ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 16 જૂન 2021

Join Our WhatsApp Community

બુધવાર

મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવવાની સાથે જ તમામ રાજકીય પક્ષોનું મતદારોને રીઝવવાનું ચાલુ થઈ ગયું છે. ગયા અઠવાડિયામાં મુશળધાર વરસાદમાં  કુર્લાના કામાણી વિસ્તારમાં પાણી ભરાઈ ગયાં હતાં. ચાંદીવલીના શિવસેનાના વિધાનસભ્ય દિલીપ લાંડેએ એ માટે કૉન્ટ્રૅક્ટરને જવાબદાર ગણાવ્યો હતો.  કૉન્ટ્રૅક્ટરે નાળાસફાઈ યોગ્ય રીતે કરી ન હોવાનો આરોપ કરીને તેને નાળાના  ગંદા કદડાથી નવડાવી નાખ્યો હતો. કૉન્ટ્રૅક્ટરને પાઠ ભણાવવાનો દાવો કરનારા શિવસેનાનો જોકે આ એક સ્ટંટ સાબિત થયો હતો. કારણ કે જેને શિવસેનાએ કૉન્ટ્રૅક્ટર ગણાવ્યો હતો, તે તો કૉન્ટ્રૅક્ટરનો સુપરવાઇઝર હતો.

મુંબઈ માં આ બે દિવસ જોરદાર વરસાદ પડશે. યલો એલર્ટ જાહેર. જાણો તારીખ.

નર્પતકુમાર નામનો આ યુવક મહિના પહેલાં જ ઉત્તર પ્રદેશથી મુંબઈ આવ્યો હતો. થોડા સમય પહેલાં જ તેણે કૉન્ટ્રૅક્ટર માટે કામ કરવાનું ચાલુ કર્યું હતું. આ બનાવ બાદ તેને શારીરિક  અને માનસિક આઘાત લાગ્યો હોવાનું તેણે કહ્યું હતું. શ્વાસ લેવામાં તકલીફ થતાં તેને હૉસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. દિલીપ લાંડે સામે ગુનો નહીં નોધ્યો તો આત્મહત્યા કરવાની તેણે ધમકી પણ આપી હતી.

Devendra Fadnavis Mumbai master plan: મુંબઈની કાયાપલટ: દેવેન્દ્ર ફડણવીસનો ‘માસ્ટર પ્લાન’ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો નવો યુગ
Mumbai Mega Block: મુંબઈગરાઓ ધ્યાન આપો! રવિવારે મધ્ય અને ટ્રાન્સ-હારબર રેલ્વે પર મેગા બ્લોક; લોકલ ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર, જાણો વિગતો
Mumbai: ગોરેગાંવમાં વહેલી સવારે માતમ: ભીષણ આગમાં આખો પરિવાર હોમાયો, ધુમાડાના ગોટેગોટામાં ગૂંગળાઈ જવાથી ત્રણના મોત
CM Devendra Fadnavis: મુંબઈ બનશે ગ્લોબલ હબ! CM ફડણવીસે રજૂ કર્યો 16 લાખ નોકરીઓનો ‘ગોલ્ડન રોડમેપ’, જાણો સામાન્ય જનતાને શું થશે ફાયદો
Exit mobile version