Site icon

દક્ષિણ મુંબઈમાં કોરોનાએ ઉથલો માર્યો.. બીએમસી એ અધધધ કહી શકાય એટલી ઈમારતો એક જ દિવસમાં સીલ કરી. જાણો વિગત..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
07 ઓક્ટોબર 2020

દક્ષિણ મુંબઈના પોશ વિસ્તારમાં ફરી કોરોનાએ દેખા દીધાં છે.. કોરોના વાયરસના કેસોમાં વધારો થતાં, BMC એ દક્ષિણ મુંબઈની આશરે 2,460 બિલ્ડિંગોને સીલ કરી દીધી છે. સોબો (South Bombay) ના નામથી ઓળખાતા પોશ વિસ્તારોમાં લગભગ 355 બિલ્ડિંગો – નેપિયન સી રોડ, મલબાર હિલ્સ, વાલ્કેશ્વર, મરીન ડ્રાઇવ અને ગ્રાન્ટ રોડનિનો  સમાવેશ થાય છે. અહીં છેલ્લા બે મહિનામાં કોવિડ -19 કેસોમાં તીવ્ર વધારો થયો છે..

Join Our WhatsApp Community

બીએમસીના એક અધિકારીએ જણાવ્યું હતું કે, સપ્ટેમ્બરમાં અનલોક થયા બાદ દર અઠવાડિયે, દક્ષિણ મુંબઈના વોર્ડમાં, મકાનો સીલ કરવામાં 5 -10 ટકાનો વધારો નોંધાયો છે. સ્થાનિક રહેવાસીઓ અને લોકપ્રતિનિધિઓને આ ચેપ તેમના ઘરેલુ સહાય – ઘરની સંભાળ રાખતાં નોકર, નોકરાણી, રસોઈયા, ડ્રાઈવરો દ્વારા લાગી રહ્યો છે. કારણકે તેઓ વિવિધ ઘરોમાં કામ કરતાં હોવાથી વધુ લોકોના સંપર્કમાં આવતાં હોય છે જે મોટું કારણ છે. 

એક નાગરિક આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, "છેલ્લા બે અઠવાડિયામાં 30 થી વધુ લોકો કોરોના પોઝિટીવ જોવા મળ્યા હતા.. ઘણી સોબો ઇમારતોમાં સપ્ટેમ્બર સુધી ઘરેલું સહાય અને ડ્રાઇવરોને મંજૂરી આપવામાં આવી ન હતી. ત્યાં સુધી વાયરસ કાબુમાં હતો . જ્યારે બીએમસીના બીજા એક અધિકારીએ જણાવ્યું હતું કે, બીએમસી પાસે ઇમારતોને સીલ કરવાની સત્તા છે, પરંતુ ઘરેલું મદદ અને ડ્રાઈવરોને મંજૂરી આપવી કે નહીં તેનો આધાર સોસાયટીના હોદ્દેદારો પર છે. “છેલ્લા ત્રણ મહિનામાં, બીએમસીએ ત્રણ વખત ઇમારતો સીલ કરવાના નિયમમાં ફેરફાર કર્યો છે. રહેવાસીઓ પણ એસઓપી વિશે મૂંઝવણમાં છે, એવી રાવ સ્થાનિક કર્પોરેટરે કરી હતી..

Mumbai Local: મુંબઈકરો માટે ખુશખબર, હવે ભીડને કહો આવજો!રેલવે પ્રશાસને મુક્યો એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ
Navratri: પોલીસે જપ્ત કરેલી દેવીની મૂર્તિનું પૂજન; મુંબઈ પોલીસ હેડક્વાર્ટરમાં નવરાત્રી જાગરણ ઉત્સવ,જાણો તે મૂર્તિ નો ઇતિહાસ
First Day Geeta Rabari: રુદ્રમાર ગ્રુપ પ્રેઝન્ટ્સ સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025 નો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો રહ્યો સુપર ડુપર ગ્રેન્ડ…
Geeta Rabari: મુંબઈ કચ્છી કોયલ ગીતા રબારીના મીઠા અને મધૂર સ્વરની સંગાથે ગબ્બરના ગોખવાળી માને આવકારવા તૈયાર છે!
Exit mobile version