Site icon News Continuous Bureau | Mumbai

લોકલ ટ્રેન સંદર્ભે મુખ્ય પ્રધાને જાહેરાત કરી પણ તેમાં ખુશ થવા જેવું કંઈ કારણ નથી.. જાણો વિગત…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 9 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

સોમવાર

મુંબઈમાં વેક્સિનના બંને ડોઝ લેનારી વ્યક્તિને 15મી ઑગસ્ટથી લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાની છૂટ આપવામાં આવી છે, તો વેક્સિનનો બીજો ડોઝ લેવાના 14 દિવસ બાદ પણ લોકલ ટ્રેનમાં પ્રવાસ કરી શકાશે. સરકારની જાહેરાતથી જોકે મુંબઈગરાએ બહુ હરખાવા જેવું નથી, કારણ કે મુંબઈની સવા કરોડની વસતિમાંથી હજી માંડ સરેરાશ 15 ટકા લોકોએ જ વેક્સિનના બંને ડોઝ લીધા છે.

હાલ મુંબઈમાં અત્યાવશ્યક સેવા સાથે સંકળાયેલા લોકોને લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાની મંજૂરી છે. પ્રવાસી સંગઠનો, નાગરિકો સહિત પૉલિટિકલ દબાણને પગલે સરકારે લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવા શરતી મંજૂરી આપી છે. એમાં વેક્સિનના બંને ડોઝ લીધા હોય તેને જ ટ્રેનમાં પ્રવાસ કરવાની મંજૂરી આપી છે. એ મુજબ તો મુંબઈમાં માત્ર 19 લાખ લોકો જ ટ્રેનમાં પ્રવાસ કરવાને લાયક છે. કારણ કે મુંબઈમાં અત્યાર સુધીમાં લગભગ 19 લાખ લોકોએ જ વેક્સિનના બંને ડોઝ લઈ લીધા છે.

મોટા સમાચાર : મુંબઈની લોકલ ટ્રેનમાં દરવાજા સામાન્ય નાગરિક માટે ખુલ્યા. પરંતુ આ છે શરતો. જાણો વિગત.

19 લાખમાંથી પણ જોકે લગભગ સાડાછ લાખ લોકો તો 60 વર્ષથી વધુ વયના છે. સિનિયર સિટીઝનમાંથી ગણ્યાગાંઠ્યા લોકો જ લોકલ ટ્રેનમાં પ્રવાસ કરતા હોય છે. એથી માંડ 14 લાખ લોકો જ લોકલ ટ્રેનમાં પ્રવાસ કરી શકશે. અહીં ઉલ્લેખનીય છે કે મુંબઈની સેન્ટ્રલ, વેસ્ટર્ન અને હાર્બર લાઈનમાં  કોરોના પહેલાં રોજના સરેરાશ ૭૫ લાખથી ઉપર લોકો પ્રવાસ કરતા હતા, જેમાં ૩૬ લાખ વેસ્ટર્ન લાઇનમાં અને ૪૦ લાખ લોકો સેન્ટ્રલ લાઇનમાં પ્રવાસ કરતા હતા. એની સામે હાલ સરકારે વેક્સિનના બંને ડોઝ લેનારાઓને જ લોકલમાં પ્રવાસની મંજૂરી આપી છે, એથી બાકીના લોકોનું ભવિષ્ય અધ્ધરતાલ જ જણાય છે.

Mumbai FDA Crackdown સ્વિગી ઇન્સ્ટામાર્ટ અને એમેઝોન વેરહાઉસ પર FDA નો સપાટો! ગંદકી મળતાં ૧૦ સંસ્થાનોના ફૂડ લાયસન્સ સસ્પેન્ડ
IIT Bombay Student Death વિદ્યાર્થી આત્મહત્યા કેસમાં દેશભરના IIT ફેકલ્ટી એકજૂટ પ્રો. સામેની કાર્યવાહી અને ‘મોબ ટ્રાયલ’ સામે દિલ્હીમદ્રાસના પ્રોફેસર્સ મેદાનમાં
Borivali Tree Trimming Death બોરીવલીમાં ઝાડ કાપતી વખતે ૩૦ ફૂટ ઊંચાઈએથી નીચે પટકાયો મજૂર, દર્દનાક મોત કોન્ટ્રાક્ટર સહિત ૪ સામે એફઆઈઆર દાખલ!
Lalbaugcha Raja VIP Darshan Fraud લાલબાગચા રાજાના VIP દર્શનના નામે ભક્તો સાથે ઠગાઈ ₹૩,૪૦૦ પડાવનાર ૧૯ વર્ષીય ગઠિયાને શ્રદ્ધાળુઓએ રંગેહાથ ઝડપી પોલીસને સોંપ્યો!
Exit mobile version