Site icon

તમે પણ લોકલ ટ્રેનમાં સામાન ભૂલી ગયા છો-તો પહોંચી જાવ રેલવે ઓફિસમાં-છ મહિનામાં વેસ્ટર્ન રેલવેએ આટલી વસ્તુઓ મૂળ માલિકને પાછી કરી-જાણો વિગત

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

અનેક વખત લોકલ ટ્રેનમાં(Local train) પ્રવાસ દરમિયાન ઉતાવળમાં લોકો પોતાનો સામાન ભૂલી જતા હોય છે. ટ્રેનમાં ભૂલી ગયેલો સામાન(Leftout things) સામાન્ય રીતે પાછો મળવો બહુ મુશ્કેલ હોય છે. છતાં રેલવે(Railway) દ્વારા ટ્રેનમાં મળી આવેલ સામાન તે પ્રવાસીઓને પાછો મળે તે માટે સતત પ્રયાસ કરવામા આવતા હોય છે. તાજેતરમાં વેસ્ટર્ન રેલવે(WR)ની RPF  પ્રવાસીઓને ઓપરેશન અમાનત(Operation Amanat) હેઠળ તેમનો ખોવાયેલો સામાન પાછો મેળવવામાં મદદ કરી હતી.

 વેસ્ટર્ન રેલવેના(Western Railway) મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુર દ્વારા જારી કરવામાં આવેલી અખબારી યાદી(press release) મુજબ, ઘણા મુસાફરો ટ્રેનમાં ચઢવા અથવા સ્ટેશન(Railway station) છોડવાની ઉતાવળમાં તેમનો તમામ સામાન લેવાનું ભૂલી જાય છે. "ઓપરેશન અમાનત" હેઠળ, RPF કર્મચારીઓ આવા સામાનને સુરક્ષિત કરવામાં મદદ કરે છે અને તેને યોગ્ય માલિકોને પુનઃસ્થાપિત કરે છે. 

આ સમાચાર પણ વાંચો : NCPનું મિશન BMC-મુંબઈ મહાનગરપાલિકા કબજે કરવા શરદ પવાર ઉતરશે મેદાનમાં- હાથમાં લીધી આ યોજના-જાણો વિગત

વેસ્ટર્ન રેલવેની RPF એ આશરે  1.8 કરોડ રૂપિયાની કિંમતની 900થી વધુ ખોવાયેલી અને ગુમ થયેલી સામાનની વસ્તુઓ પાછી મેળવી હતી અને 2022ની સાલના પહેલા છ મહિનામાં મૂળ માલિકોને(original owners) તેમની વસ્તુઓ પરત કરી હતી. યોગ્ય ચકાસણી બાદ બાકીનો સામાન મુસાફરોને પરત કરવામાં આવ્યો હતો.
 

Ocean Gold Konkan Offshore Sailing Race: ઓશન ગોલ્ડ કોંકણ ઓફશોર સેલિંગ નૌકા સ્પર્ધા : ગેટવે ઓફ ઇન્ડિયાથી ગોવા સુધીની 222 નોટિકલ માઇલની રોમાંચક રેસ!
Mumbai: મુંબઈમાં ભાષા વિવાદ ચરમસીમા પર, ગુજરાતી શખ્સે મરાઠી બોલવાની ના પાડી, સોશિયલ મીડિયા પર ગરમાવો!
Mumbai Local: બદલાશે મુંબઈ લોકલનો ચહેરો: સ્વયંસંચાલિત દરવાજાવાળી નોન-એસી ટ્રેન દોડાવવા કેન્દ્ર સરકારની તૈયારી
Mumbai: મુંબઈ મનપા ચૂંટણી પહેલા મોટો ફેરફાર: માલાડ-કુર્લામાં ૫૦% વોર્ડનો વધારો, શહેરમાં કુલ ૧૨.૬૭% નો વધારો!
Exit mobile version