મુંબઈ શહેર માં માર્ચ મહિનામાં ગરમીએ નવો રેકોર્ડ બનાવ્યો છે.
શુક્રવારે મુંબઈ નું તાપમાન ૩૯ ડીગ્રી સેલ્શીયસ સુધી પહોંચી ગયું.
હવામાન વિભાગ નું કહેવું છે કે આગામી ૫ દિવસ સુધી તાપમાન સતત ઉંચુ રહેશે.
મુંબઈ સહીત તેની આસપાસ ના વિસ્તાર અને કોંકણ, રત્નાગિરી વિસ્તાર માં ગરમી ૩૮.૯ ડીગ્રી સુધી પહોંચી.
આ તાપમાન મુંબઈ માટે સામાન્ય કરતાં ૬ ડીગ્રી વધારે છે.
