Atal Setu Suicide: મહિલા ડોક્ટરે અટલ સેતુ પરથી કૂદીને કરી આત્મહત્યા, બ્રિજ બનાવ્યા બાદ પ્રથમ આવી ઘટના, જાણો વિગતે..

Atal Setu Suicide: ઘરમાંથી એક સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં મહિલાએ અટલ સેતુ પર જવા વિશે લખ્યું હતું. માહિતીના આધારે પોલીસે તપાસ માટે સીસીટીવી ફૂટેજ તપાસવાનું કરવાનું શરૂ કર્યું હતું. જે બાદ આ ઘટના પ્રકાશમાં આવી હતી.

Atal Setu Suicide Female doctor committed suicide by jumping from Atal Setu, first such incident after construction of bridge

Atal Setu Suicide Female doctor committed suicide by jumping from Atal Setu, first such incident after construction of bridge

News Continuous Bureau | Mumbai

Atal Setu Suicide: મુંબઈના ભોઈવાડા વિસ્તારમાં રહેતી 43 વર્ષીય મહિલાએ ( woman ) સોમવારે ઘરેથી કામ પર જવા નીકળી હતી. જે તે રાત્રે ઘરન પહોંચતા તેના પરિવારજનોએ તેની શોધખોળ શરુ કરી હતી. આખરે જ્યારે મહિલા ન મળી ત્યારે પરિવારે ભોઈવાડા પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. પોલીસે ગુમ થયાની ફરિયાદ નોંધાવી અને મહિલાની શોધખોળ શરૂ કરી હતી. 

Join Our WhatsApp Community

મહિલાના પિતાએ ફરિયાદમાં પોલીસને જણાવ્યું હતું કે, ઘરમાંથી એક સુસાઈડ નોટ ( suicide note ) મળી આવી હતી. જેમાં મહિલાએ અટલ સેતુ પર જવા વિશે લખ્યું હતું. માહિતીના આધારે પોલીસે તપાસ માટે સીસીટીવી ફૂટેજ તપાસવાનું કરવાનું શરૂ કર્યું હતું, ત્યારે પોલીસને સીસીટીવી ફુટેજથી ( CCTV footage ) જાણવા મળ્યું હતું કે, મહિલા પરેલના શિંદેવાડી વિસ્તારમાંથી 01:45 વાગ્યે ટેક્સી લઈને આવી હતી અને લગભગ 2:14 વાગ્યે અટલ સેતુ ઉપરથી નીચે કૂદી ( suicide ) પડી હતી..

 પોલીસે તમામ કોસ્ટલ પોલીસ અને સ્થાનિક માછીમારોને પણ જાણ કરી છે..

મિડીયા રિપોર્ટ મુજબ, મૃતક મહિલા વ્યવસાયે ડોક્ટર છે અને છેલ્લા 10 વર્ષથી તે ડિપ્રેશનમાં હતી. જો કે હજી મહિલાનો મૃતદેહ મળ્યો નથી. આ મામલામાં નવી મુંબઈની ન્હાવશેવા પોલીસે ટેક્સી ડ્રાઈવરનું નિવેદન પણ નોંધ્યું છે.

આ સમાચાર પણ વાંચો : Thane Accident: થાણેમાં ઈલેક્ટ્રીક મોટરબાઈકની બેટરી વિસ્ફોટ થતા, ઘરની છત અને દિવાલ ધારાશાહી.. 3 લોકો ઘાયલ..

આ મામલે પોલીસે તમામ કોસ્ટલ પોલીસ અને સ્થાનિક માછીમારોને પણ જાણ કરી છે. મહિલાને શોધવા માટે બોટ કોસ્ટલ વિભાગ, એમટી વિભાગને પણ માહિતી આપવામાં આવી છે. હાલ આ મામલામાં કામગીરી અને વધુ તપાસ ચાલી રહી છે.

 

Kandivli Borivali block: કાંદિવલી અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનના કમીશનીંગ ના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્ય હેતુ બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે
Ahmedabad school bomb threat: અમદાવાદમાં બોમ્બનો ફફડાટ! એકસાથે 7 શાળાઓને ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર હરકતમાં
Aam Aadmi Party: પુણે કોર્પોરેશન ચૂંટણીમાં AAPની ધમાકેદાર એન્ટ્રી! 25 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, સમીકરણો બદલાશે.
Thackeray alliance: ઠાકરે ભાઈઓનો સૌથી મોટો માસ્ટરસ્ટ્રોક! ફોર્મ ભરતા પહેલા કરી શકે છે ઐતિહાસિક જાહેરાત, રાજકારણમાં ભૂકંપ.
Exit mobile version