News Continuous Bureau | Mumbai
Auto Rickshaw Theft : તમે જે રિક્ષા લીધી હતી તે ચોરીની તો નથી ને? આ પ્રશ્ન હાલમાં મુંબઈમાં ઘણા રિક્ષાચાલકો અને માલિકોને સતાવી રહ્યો છે. કારણ કે તાજેતરમાં મુંબઈમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે, જેના કારણે રિક્ષા મુસાફરોમાં ચિંતાનું વાતાવરણ સર્જાયું છે. કુરાર પોલીસે એક મોટા રિક્ષા ચોરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે. જેમાં નંબર પ્લેટ બદલીને ભાડેથી રિક્ષા ચલાવતા રિક્ષા ચાલક અને મિકેનિકની ધરપકડ કરવામાં આવી છે. આ ચોરો રિક્ષાના માલિક હોવાનો ડોળ કરીને ઘણા મુસાફરો સાથે છેતરપિંડી કરી રહ્યા હતા.
Auto Rickshaw Theft : પોલીસને શંકા હતી કે તેમની પાછળ કોઈ સંગઠિત ગેંગનો હાથ
પોલીસના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક મહિનામાં કુરાર વિસ્તારમાં રિક્ષા ચોરીની ઘટનાઓમાં અચાનક વધારો થયો છે. આ છાશવારે થતી ચોરી ને કારણે, પોલીસને શંકા હતી કે તેમની પાછળ કોઈ સંગઠિત ગેંગનો હાથ છે. આ કિસ્સામાં, કુરાર પોલીસે તાત્કાલિક સંસાધનો એકત્રિત કર્યા અને તપાસ શરૂ કરી. પોલીસે ગુપ્ત માહિતી અને ટેકનિકલ વિશ્લેષણના આધારે અથાક પ્રયાસો કર્યા. અંતે, તેઓ આરોપીઓ ને પકડવામાં સફળ રહ્યા.
Auto Rickshaw Theft : ચોરાયેલી સાત રિક્ષાઓ જપ્ત
રિક્ષા ચાલક અને મિકેનિકની ધરપકડ કર્યા પછી, પોલીસે તેમની સઘન પૂછપરછ કરી. આ તપાસમાં ચોંકાવનારી માહિતી બહાર આવી, જેનાથી પોલીસ પણ ચોંકી ગઈ. પોલીસે તેમની પાસેથી ચોરાયેલી સાત જેટલી રિક્ષાઓ જપ્ત કરી હતી. આ ચોરો રિક્ષાઓ ચોર્યા પછી, તેમની મૂળ નંબર પ્લેટો કાઢી નાખતા. અને = અસલીની જગ્યાએ નકલી નંબર પ્લેટ લગાવી દેતા. ત્યારબાદ, તેઓ આ રિક્ષાઓને અન્ય સામાન્ય રિક્ષાઓની જેમ ભાડે આપતા અને તેમાંથી પૈસા કમાતા. આ કારણે મુસાફરોને ખ્યાલ પણ ન આવતો હતો કે તેઓ ચોરાયેલી રિક્ષામાં મુસાફરી કરી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : 5th Generation Fighter Jet: ભારતની એન્જિન ક્રાંતિ: સ્વદેશી 5મી પેઢીના ફાઇટર જેટમાં લાગશે ભારતમાં બનેલા એન્જિન, આ બે કંપની થઇ શોર્ટલિસ્ટ..
Auto Rickshaw Theft : પોલીસે અપીલ કરી.
કુરાર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સંજીવ તાવડેએ જણાવ્યું હતું કે આ કેસમાં બીજા કેટલા લોકો સંડોવાયેલા છે તે જાણવા માટે તપાસ ચાલી રહી છે. તેમણે મુંબઈવાસીઓને રિક્ષા ચોરીની ઘટનાઓને રોકવા માટે સતર્ક રહેવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે રિક્ષા પકડતા પહેલા રિક્ષા નંબર અને ડ્રાઇવરનો ફોટો અથવા ID તપાસવો મહત્વપૂર્ણ છે. રિક્ષામાં મુસાફરી કરતી વખતે, તેનો નંબર યાદ રાખો. જો શક્ય હોય તો, ડ્રાઇવરનું ઓળખપત્ર જોયા પછી જ મુસાફરી શરૂ કરો. કોઈપણ અજાણી કે શંકાસ્પદ રિક્ષાની જાણ નજીકના પોલીસ સ્ટેશનમાં કરો.