Site icon

મુંબઈની ટેક્સી રિક્ષાના ભાડા આટલા રૂપિયા વધશે- નવી માંગણી સાંભળો

News Continuous Bureau|Mumbai.

મુંબઈ(Mumbai)માં ગત દિવસે સીએનજી(CNG) અને પીએનજી(PNG)ના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. ત્યારે હવે સીએનજી(CNG)ના ભાવમાં આ વધારાની અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડશે. કારણ કે ટેક્સી અને ઓટોરિક્ષા(Auto Rikshaw) ચાલકોએ ભાડું વધારવાની માંગ કરી છે. નોંધપાત્ર વાત એ છે કે, મુંબઈ(Mumbai)માં ઓટો અને ટેક્સીઓ માટે લઘુત્તમ ભાડામાં વધારો કરવાની માંગ પહેલાથી જ કરવામાં આવી હતી, પરંતુ બુધવારે સીએનજી (રૂ. 86 પ્રતિ કિલો)ના ભાવમાં ભારે વધારા બાદ ઓટો અને ટેક્સી ડ્રાઈવરોએ ભાડામાં 3ના બદલે હવે 4. રૂપિયાનો વધારો કરવાની માંગ કરી છે.

Join Our WhatsApp Community

મુંબઈ રિક્ષામેન યુનિયનના એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, “ખટુઆ કમિટીની ગણતરી મુજબ જે ઈંધણની કિંમત, જીવનનિર્વાહની કિંમત, મૂડી ખર્ચ, વાહન જાળવણી, વીમો વગેરેને ધ્યાનમાં લે છે, થોડા દિવસો પહેલા અમને જે ન્યૂનતમ વધારો મળ્યો હતો તે 3 હતો. પરંતુ હવે બુધવારથી સીએનજીના ભાવમાં પ્રતિ કિલો રૂ. 6નો નવો વધારો થતાં ગણતરી બદલાઈ ગઈ છે.હવે અમે હાલની ફોર્મ્યુલા મુજબ લઘુત્તમ રૂ. 4નો વધારો ઈચ્છીએ છીએ."

માલ ભાડા પર જીએસટીની છૂટ રદ થતા વેપારી સંગઠન નારાજ. હવે વેપાર પર આ અસર થશે

ઉલ્લેખનીય છે કે બુધવારે મુંબઈ મેટ્રોપોલિટન રિજન (MMR)માં CNGની કિંમતમાં પ્રતિ કિલો 6 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. જે બાદ સીએનજીની કિંમત 86 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. CNGના કિસ્સામાં, 13 મહિનામાં આ અગિયારમો વધારો છે, જેમાં ગયા વર્ષે જુલાઈથી આ વર્ષે ઓગસ્ટ વચ્ચે કુલ રૂ. 36નો વધારો થયો છે.

 

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version