Site icon

બાંદ્રા (ઈસ્ટ)ના એક નાળાએ કર્યા હીરાબજારના વેપારીઓને હેરાન પરેશાન, બેસ્ટની બસ સ્ટોપના અભાવે રીક્ષાવાળાની દાદાગરીથી ત્રસ્ત.. જાણો વિગતે.

News Continuous Bureau | Mumbai

બાંદરા-કુર્લા-કોમ્પલેક્સ (બીકેસી)માં આવેલા ભારત ડાયમંડ બુર્સ(India diamond bourse) આવતા હીરાબજારના (diamond Trader)વેપારી-દલાલભાઈઓ રીક્ષાવાળાની(Rickshaw drivers) દાદાગીરીથી કંટાળી ગયા છે. હકીકતમાં તેમની પરેશાનીની કારણ રીક્ષાવાળા નહીં પણ બાંદ્રા(ઈસ્ટ)માં(Bandra east) રેલવે સ્ટેશન(Railway station) બહાર બંધ થઈ ગયેલું બેસ્ટ(BEST bus stop)નું બસ સ્ટોપ છે.

Join Our WhatsApp Community

બાંદ્રા(ઈસ્ટ)માં સ્ટેશન બહાર એક નાળાની સેફ્ટીવોલનું કામ લગભગ બે વર્ષથી અટવાયેલું છે. તેને કારણે સ્ટેશન બહારથી બેસ્ટનું બસ સ્ટોપ લાંબા સમયથી બંધ છે. તેથી બીકેસીમાં આવેલા ભારત ડાયમંડ બુર્સમાં આવતા હીરાબજાર સાથે સંકળાયેલા વેપારી-દલાલ ભાઈઓ સહિત હજારો લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ફક્ત ભારત ડાયમંડ બુર્સ(India diamond bourse)માં જવા ઈચ્છતા લોકો જ નહીં પણ બાંદ્રા (ઈસ્ટ)માં સ્ટેશનની બહારથી બીકેસી, કુર્લા કે પછી બાંદરા ગવર્નમેન્ટ કૉલોની જવા ઈચ્છુક લોકોને પણ ભારે તકલીફ થઈ રહી છે. નાળાના કામને(Sewage work) લીધે બેસ્ટની બસનું સ્ટોપ સ્ટેશન બહારનું બંધ થઈ ગયું છે અને હવે લોકોને બસ પકડવા માટે ચાલીને બાંદ્રા કોર્ટ પાસે જઈને બસ પકડવી પડે છે.

પરંતુ આટલું લાંબુ ચાલીને બસ પકડવાને બદલે લોકો શેર-એ રીક્ષા પકડતા હોય છે. જોકે આ રીક્ષાવાળા પણ તેમને લૂંટવાનું છોડતા નથી. 
આ પરેશાનીનો ઉકેલ લાવવા માટે ભારત ડાયમંડ બુર્સે(India diamond bourse) પણ બેસ્ટ ઉપક્રમ(BEST transport)ને પત્ર લખ્યો છે. સોશિયલ વર્કર(Social workers) અને હીરા બજાર સાથે સંકળાયેલા દિલીપ શાહ ન્યુઝ કન્ટીન્યુઝને(
News Continuous Bureau) જણાવ્યું હતું કે જલદીમાં જલદી સ્ટેશન બહાર આવેલા નાળાની સેફટી વોલ બાંધવામાં આવે અને બસ સ્ટોપ(Bus stop)ને ફરી ચાલુ કરવામાં આવે એવી માગણી બેસ્ટ ઉપક્રણની સાથે જ મુંબઈ મહાનગરપાલિકા(BMC)ને પણ કરવામાં આવી છે. બેસ્ટના ડેપ્યુટી મેનેજરને પણ હું મળી આવ્યો છું. બેસ્ટના કહેવા મુજબ જયાં સુધી પાલિકા ત્યાં નાળા પાસે સેફટી વોલ નહીં બાંધે ત્યા સુધી પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને બસ સ્ટોપ ચાલુ કરી શકાય નહીં. પરંતુ પાલિકા દ્વારા કોઈને કોઈ કારણ આગળ ધરીને અહીં સેફટી વોલ બાંધવાનું કામ લાંબા સમયથી ટાળી રહી હોવાનું અમને જાણવા મળ્યું છે.

આ સમાચાર પણ વાંચો :  વાહ!! મનમોહક ગુલાબી ફ્લેમિંગો પક્ષી જોવા છે? તો પહોંચી જજો આ તારીખે નવી મુંબઈમાં… જાણો વિગતે.

બસ સ્ટોપની ગેરહાજરીને કારણે રોજના હજારો લોકોને પારાવાર પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો હોવાનું બોલતા દિલીપ શાહે ક્હ્યું હતું કે બેસ્ટની બસ પકડવા લાંબું ચાલવું પડે છે. એટલે લોકો શેર-એ રીક્ષા કરી લેતા હોય છે. પરંતુ તેઓના તુમાખીભર્યા વલણથી અને મનફાવે તે રીતે પૈસા વસૂલ કરવાની દાદાગીરીથી લોકો કંટાળી ગયા છે. મુંબઈ ડાયમંડ મર્ચન્ટ અસોસિયેશનના(Mumbai diamond merchant association) લગભગ 14,500 સભ્યો છે, તેમાંથી અમુક વેપારીઓને છોડીને મોટાભાગના લોકો બસ-રીક્ષામાં આવતા હોય છે. પરંતુ શેર-એ રીક્ષાવાળા 10 રૂપિયાને બદલે 40થી 50 રૂપિયા એમ મનફાવે તેમ વસૂલે છે. તો મીટર પ્રમાણે તો 150 રૂપિયાની આસપાસ ભાડું થઈ જતું હોય છે. સાંજના સમયે પણ રીક્ષાવાળાઓ બહુ દાદાગીરી કરતા હોય છે. તેમના આવા વલણ સામે એક જ ઉપાય છે કે જલદીમાં જલદી બાંદ્રા સ્ટેશન બહારનું બસ સ્ટોપ ફરી ચાલુ થાય અને લોકોને ફરી સ્ટેશન બહારથી બસ મળતી થાય.

દિલીપભાઈના જણાવ્યા મુજબ બેસ્ટ અને બીએમસી વચ્ચે સમન્વયનો અભાવ હોવાનું જાણવા મળ્યું છે. પાલિકાના કહેવા મુજબ ચોમાસામાં તેઓ નાળાની દીવાલને લગતું કોઈ કામ કરી શકશે નહીં. ચોમાસા બાદ જ તેઓ કોઈ પણ કામ હાથમાં લેશે. તેની સામે બેસ્ટના કહેવા મુજબ જ્યાં સુધી નાળાની પાસેની સેફટી વોલ બંધાતી નથી ત્યાં સુધી પ્રવાસીઓને સુરક્ષાને ધ્યાનમાં રાખીને નાળા પાસે બસ સ્ટોપ ફરી ચાલુ કરવું મુશ્કેલ છે. જો પાલિકા કામ ઝડપથી કરે તો જ અમે ત્યાં બસ સ્ટોપ ફરી ચાલુ કરી શકશું. બીએમસી અને બેસ્ટની ખેંચતાણ વચ્ચે જોકે સામાન્ય નાગરિકો પરેશાન થઈ ગયા છે.
 

Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Exit mobile version