Site icon News Continuous Bureau | Mumbai

Bandra Luxury Car Crash બાંદ્રામાં પૂરપાટ ઝડપે દોડતી લક્ઝરી કારે ટૂવ્હીલરને અડફેટે લીધું ૨૦ વર્ષીય યુવકનું કરુણ મોત, કાર ચાલક ઝડપાયો

Bandra Luxury Car Crash વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ઓવરટેકના પ્રયાસમાં બની ભયાનક દુર્ઘટના, બાંદ્રા પોલીસે BNS અને મોટર વ્હીકલ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો

Bandra Luxury Car Crash  બાંદ્રામાં પૂરપાટ ઝડપે દોડતી લક્ઝરી કારે ટૂવ્હીલરને અડફેટે લીધું ૨૦ વર્ષીય યુવકનું કરુણ મોત, કાર ચાલક ઝડપાયો

Bandra Luxury Car Crash બાંદ્રામાં પૂરપાટ ઝડપે દોડતી લક્ઝરી કારે ટૂવ્હીલરને અડફેટે લીધું ૨૦ વર્ષીય યુવકનું કરુણ મોત, કાર ચાલક ઝડપાયો

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Bandra Luxury Car Crash મુંબઈના પશ્ચિમ ઉપનગરમાં આવેલા વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર બાંદ્રા પશ્ચિમ ખાતે મોડી રાત્રે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે દોડતી એક કાળા રંગની લક્ઝરી કારે આગળ જઈ રહેલા ટૂવ્હીલરને પાછળથી જોરદાર ટક્કર મારતાં ૨૦ વર્ષીય યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને સારવાર દરમિયાન તેનું કરુણ મોત નીપજ્યું હતું. દુર્ઘટના બાદ બાંદ્રા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને ૨૮ વર્ષીય લક્ઝરી કાર ચાલકને સ્થળ પરથી જ કસ્ટડીમાં લઈ લીધો છે.

Bandra Luxury Car Crash – ઓવરટેક કરવાના પ્રયાસમાં કાર ચાલકે સંતુલન ગુમાવ્યું

પોલીસ દ્વારા પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, આ અકસ્માત બાંદ્રા સી લિંક-રિક્લેમેશન નજીક એસ.વી. રોડ પરથી પસાર થતા ફ્લાયઓવર પર બન્યો હતો. મોડી રાત્રે રસ્તો ખાલી હોવાથી લક્ઝરી કારનો ચાલક બેફામ ગતિએ વાહન હંકારી રહ્યો હતો. આગળ ચાલી રહેલા ટૂ-વ્હીલરને જોખમી રીતે ઓવરટેક કરવાના પ્રયાસમાં ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો અને ટુ-વ્હીલરને પાછળથી પ્રચંડ ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક ચાલક હવામાં ફંગોળાઈને રસ્તા પર પટકાયો હતો.

Bandra Luxury Car Crash – હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ યુવકે દમ તોડ્યો

અકસ્માત બાદ લોહીલુહાણ હાલતમાં પડેલા ૨૦ વર્ષીય બાઇક સવાર યુવકને સ્થાનિક લોકો અને પોલીસની પીસીઆર વાનની મદદથી તાત્કાલિક નજીકની ભાભા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. માથા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હોવાને કારણે તબીબોના તમામ પ્રયાસો છતાં યુવાને ટૂંકી સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. યુવાનના અકાળે અવસાનથી તેના પરિવારમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.

Bandra Luxury Car Crash – પોલીસે આરોપી કાર ચાલકની ધરપકડ કરી ગુનો નોંધ્યો

ઘટનાસ્થળેથી આશરે ૧૦૦ ફૂટના અંતરે અટકેલી લક્ઝરી કાર સાથે પોલીસે ૨૮ વર્ષીય આરોપી કાર ચાલકને ઝડપી લીધો હતો. બાંદ્રા પોલીસે આરોપી વિરુદ્ધ બેફામ વાહન ચલાવવા અને બેદરકારીથી મોત નીપજાવવા બદલ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૨૮૧, ૧૦૬(૧) તેમજ મોટર વ્હીકલ એક્ટની કલમ ૧૮૪ હેઠળ ગુનો નોંધીને ધરપકડ કરી છે. કાર ચાલકે નશો કર્યો હતો કે કેમ તેની ખાતરી કરવા માટે તેના બ્લડ સેમ્પલ લઈને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે.

👉 આ સમાચાર વાચો:
BEST Bus Driver Assaulted Dadar દાદરના તિલક બ્રિજ પર ટ્રાફિક જામ વચ્ચે બેસ્ટના બસ ડ્રાઇવર પર કાર ચાલકનો હુમલો મુસાફરો ભરેલી બસમાં ઘૂસી મારી થપ્પડ

Illegal Police Detention HC Relief મનસ્વી રીતે અટકાયત કરનાર પોલીસ સામે કડક વલણ બોમ્બે હાઈકોર્ટે મૂળભૂત અધિકારોનું રક્ષણ કરી ₹2 લાખનું વળતર ચૂકવવા આપ્યો આદેશ!
Heroin Seized In Versova વર્સોવામાંથી ₹૬૪.૬ લાખનું હેરોઇન જપ્ત એન્ટિનાર્કોટિક્સ સેલે બે ડ્રગ પેડલરોને ઝડપ્યા, નેટવર્કનો પર્દાફાશ
Mumbai Coastal Road Rash Driving મુંબઈ કોસ્ટલ રોડ પર પૂરપાટ ઝડપે કાર દોડાવનારા ચાલકો સામે ગુનો દાખલ રેસિંગ સ્ટાઈલમાં હંકારતા હતા વાહનો
Dahi Handi Traffic Crackdown Mumbai એક જ દિવસમાં ૧૮,૮૧૮ ચલાન અને ₹૧.૯૨ કરોડનો દંડ! દહી હાંડી દરમિયાન બેફામ બનતા વાહનચાલકો પર ટ્રાફિક પોલીસની સખત તવાઈ
Exit mobile version