Site icon

Bandra Worli Sea Link Accident: વરલી સી-લિંક પર પૂર્વ BJP MLAના પુત્રનો જીવલેણ ભયનાક અકસ્માત, કેવી રીતે થયો આ ભયાનક અકસ્માત? જાણો સંપુર્ણ વિગતો

Bandra Worli Sea Link Accident: બાંદ્રા વર્લી સી લિંક પર આજે સવારે એક ભયાનક અકસ્માત થયો છે. આ અકસ્માતમાં સી લિંક પરની રેલિંગ તૂટી ગઈ છે. ભાજપના પૂર્વ ધારાસભ્યના પુત્રની કારને અકસ્માત નડ્યો અને તેઓ ઘાયલ થયા.

Bandra Worli Sea Link Accident: Ex-BJP MLA's son's fatal accident on Worli C-link, MLA's son's hand…

Bandra Worli Sea Link Accident: વરલી સી-લિંક પર પૂર્વ BJP MLAના પુત્રનો જીવલેણ ભયનાક અકસ્માત, કેવી રીતે થયો આ ભયાનક અકસ્માત? જાણો સંપુર્ણ વિગતો વિગતાર.. વાંચો અહીં….

News Continuous Bureau | Mumbai 

 Bandra Worli Sea Link Accident: ભાજપ (BJP) ના પૂર્વ ધારાસભ્ય નરેન્દ્ર મહેતા (Narendra Mehta) ના પુત્રનો ભયાનક અકસ્માત થયો છે. નરેન્દ્ર મહેતાના પુત્રની કાર બાંદ્રા-વરલી સી લિંક (Bandra Worli Sea Link) પરથી પસાર થઈ રહી હતી ત્યારે એક મોટો અકસ્માત (Accident) થયો હતો. સી લિંક પર ધારાસભ્યના પુત્રની સ્પીડમાં કાર રેલિંગ સાથે અથડાઈ હતી. આ અથડામણમાં કારનો ભૂક્કો થઈ ગયો છે. આ અકસ્માતમાં મહેતાના પુત્રને ઈજા થઈ હતી અને તેને ગંભીર માર લાગ્યો હતો. પોલીસે આ મામલે બેફામ ડ્રાઈવિંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Join Our WhatsApp Community

  Bandra Worli Sea Link Accident: ભાજપ (BJP) ના પૂર્વ ધારાસભ્ય નરેન્દ્ર મહેતા (Narendra Mehta) ના પુત્રનો ભયાનક અકસ્માત થયો છે. નરેન્દ્ર મહેતાના પુત્રની કાર બાંદ્રા-વરલી સી લિંક (Bandra Worli Sea Link) પરથી પસાર થઈ રહી હતી ત્યારે એક મોટો અકસ્માત (Accident) થયો હતો. સી લિંક પર ધારાસભ્યના પુત્રની સ્પીડમાં કાર રેલિંગ સાથે અથડાઈ હતી. આ અથડામણમાં કારનો ભૂક્કો થઈ ગયો છે. આ અકસ્માતમાં મહેતાના પુત્રને ઈજા થઈ હતી અને તેને ગંભીર માર લાગ્યો હતો. પોલીસે આ મામલે બેફામ ડ્રાઈવિંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મીરા ભાઈંદરના પૂર્વ BJP ધારાસભ્ય નરેન્દ્ર મહેતાના ચિરંજીવી તક્ષિલની કારનો ભયાનક અકસ્માત થયો હતો. તક્ષિલ તેની લેમ્બોર્ગિ (Lamborghini) ની હુરાકન કારમાં મુસાફરી કરી રહ્યો હતો. કાર ખૂબ સ્પીડમાં દોડી રહી હતી. કાર ચલાવતી વખતે કાર પરનો કાબૂ ગુમાવી દીધો અને વર્લી સી લિંક પરની રેલ સાથે અથડાઈ. જેના કારણે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થયો છે. આ ઘટના આજે સવારે 7.30 વાગ્યાની આસપાસ બની હતી.

આ સમાચાર પણ વાંચો :  Kotak Mahindra Bank: જાણો કોણ છે ઉદય કોટક? કેમ આપ્યું રાજીનામું? જાણો દેશના સૌથી ધનિક બેંકરની આ રસપ્રદ વાતો..

 જમણો હાથ દાઝી ગયો હતો

આ અકસ્માતમાં તક્ષિલ (Takshil) ગંભીર રીતે ઘાયલ થયો છે. તક્ષિલનો જમણો હાથ દાઝી ગયો છે. એમ પણ કહેવાય છે કે તેને મુંઢ માર લાગ્યો હતો. જોકે કારમાં સવાર અન્ય કોઈને ઈજા થઈ ન હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે કારમાં સવાર તમામ લોકો સલામત અને સ્વસ્થ છે. સૂત્રોએ એમ પણ જણાવ્યું કે તક્ષિલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને તેની સારવાર ચાલી રહી છે. મહેતા પરિવાર ઘટનાસ્થળે દાખલ થયો હોવાની પણ સુત્રોએ માહિતી આપી હતી.

  સી લિંક પર ટ્રાફિક જામ

આ અકસ્માત બાદ વરલી સી લિંક પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. પરંતુ વરલી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને કારને વર્લી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી અને ટ્રાફિક જામ ઉકેલ્યો હતો. દરમિયાન, તક્ષિલ વિરુદ્ધ IPCની કલમ 279 અને 336 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માત કેવી રીતે થયો? આ માટે કોણ જવાબદાર? પોલીસ આ અંગે તપાસ પણ કરી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

 

Ocean Gold Konkan Offshore Sailing Race: ઓશન ગોલ્ડ કોંકણ ઓફશોર સેલિંગ નૌકા સ્પર્ધા : ગેટવે ઓફ ઇન્ડિયાથી ગોવા સુધીની 222 નોટિકલ માઇલની રોમાંચક રેસ!
Mumbai: મુંબઈમાં ભાષા વિવાદ ચરમસીમા પર, ગુજરાતી શખ્સે મરાઠી બોલવાની ના પાડી, સોશિયલ મીડિયા પર ગરમાવો!
Mumbai Local: બદલાશે મુંબઈ લોકલનો ચહેરો: સ્વયંસંચાલિત દરવાજાવાળી નોન-એસી ટ્રેન દોડાવવા કેન્દ્ર સરકારની તૈયારી
Mumbai: મુંબઈ મનપા ચૂંટણી પહેલા મોટો ફેરફાર: માલાડ-કુર્લામાં ૫૦% વોર્ડનો વધારો, શહેરમાં કુલ ૧૨.૬૭% નો વધારો!
Exit mobile version