Site icon

દહીસરની મહિલાને FASTag રિચાર્જ કરાવવો પડ્યો ભારે- આટલા લાખનો લાગ્યો ચૂનો

News Continuous Bureau | Mumbai

ઉત્તર મુંબઈના(North Mumbai) દહીસર(Dahisar) પરામાં રહેતી 34 વર્ષની મહિલાને પોતાના વાહન માટે FASTag રિચાર્જ(FASTag recharge) કરાવવાના ચક્કરમાં 4.54 લાખ રૂપિયાની છેતરપિંડી(Scam Case) નો સામનો કરવો પડ્યો છે. દહીસર પોલીસે(Dahisar Police) આ પ્રકરણમાં એફઆઈઆર(FIR) નોંધી છે અને ઠગને શોધી રહી છે.

Join Our WhatsApp Community

નરીમન પોઈન્ટમાં(Nariman Point) એક બેંકમાં નોકરી(Bank Job) કરતી મહિલાને 9 ઓગસ્ટના રોજ તેના ભાઈએ તેમના SUV માટે રિચાર્જ કરવાની આવશ્યકતા હોવાનું કહ્યું હતું. તેથી મહિલાએ FASTag કેવી રીતે રિચાર્જ કરવું તે માટે ઓનલાઈન સર્ચ કરવાનું ચાલુ કર્યું હતું. તેમાંથી તેણે કન્ઝ્યુમર કેર નંબર(Consumer Care No.)  શોધી કાઢ્યો હતો. આ નંબર પર ડાયલ કરતા સમયે તેને જણાયું નહોતું કે તેણે ફ્રોડ નંબર(Fraud number) પર ડાયલ કર્યો હતો. ફોન પર રહેલી વ્યક્તિએ તેને મદદ કરવાનું વચન આપ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : મુંબઈની બહારથી આવતા વાહનોને કારણે થતી ટ્રાફિકની સમસ્યાથી મળશે રાહત-દહીસરમાં ઊભું કરાશે ટ્રાન્સપોર્ટ હબ

ફોન પર રહેલી વ્યક્તિએ તેને FASTag રિચાર્જ કરવા માટે ફોન પર એક લિંક મોકલી હતી. એક વાર લિંક પર ક્લિક કર્યા પછી “કસ્ટમર સપોર્ટ”(Customer support) નામની એપ્લિકેશન(Application) તેના ફોન પર ઓટોમેટિક ડાઉનલોડ(Automatic download) થઈ ગઈ હતી. ઠગે બાદમાં મહિલાને ફોન પર તેની બેકિંગ એપ્લિકેશન(Baking application) લોગિન કરવા કહ્યું હતું. ત્યારબાદ તેને એક ટેક્સ્ટ મેસેજ આવ્યો હતો, જેમાં લખ્યું હતું કે “પ્રિય ગ્રાહક, FASTag રિચાર્જ સફળ”.

આ મેસેજને પગલે મહિલાને લાગ્યું તેના વાહન માટે FASTag રિચાર્જ કરવામાં સફળ રહી છે. પરંતુ થોડા સમયમાં જ તેને આઘાત લાગ્યો હતો. તેના ફોન પર ડેબિટ ટ્રાન્ઝેકશન(Debit Transaction) થયું હતું, અને તેના ખાતામાંથી જુદા જુદા ઇન્સ્ટોલમેન્ટ માં  6.99 લાખ રૂપિયા ડેબિટ થયા હતા.

મહિલાને તેની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા તેણે તુરંત પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસ 2.45 લાખ રૂપયા ફ્રીઝ કરવામાં સફળ રહી હતી. પરંતુ બાકીના 4.54 લાખ રૂપિયા પાછા મેળવી શકાયા નહોતા. પોલીસ આ પ્રકરણમાં વધુ તપાસ કરી રહી છે

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version