Site icon

શું વાત છે, વરલીની બી.ડી.ડી. ચાલી આજે તૂટવાની શરૂઆત થઈ. પુનર્વિકાસ શરૂ થયો. જાણો વિગત

BDD Chawl shopowners seek premises at par with ‘residential’ occupants

વરલી BDD ચાલના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં વધુ એક અડચણ, હવે દુકાનદારો કરી આ માંગ, બોમ્બે હાઇકોર્ટે મ્હાડા, રાજ્ય સરકારને ફટકારી નોટિસ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,4 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

મંગળવાર. 

છેલ્લા અનેક વર્ષોથી જેની રાહ જોવાતી હતી તે વરલીની બી.ડી.ડી. ચાલીના પુનર્વિકાસનું કામ આજથી ચાલુ થઈ ગયું છે. આજે બપોરના બે વાગ્યાથી આ ચાલી તોડવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે.

ઐતિહાસિક, સામાજિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવતી બી.ડી.ડી. ચાલીના પુનર્વિકાસના કામમાં નાયગાંવમાં  પાંચ-બી ચાલી પર આજથી હથોડા મારવાનું શરૂ થઈ ગયું છે. નાયગાવની પાછળ જ  એન.એમ.જોશી માર્ગ અને વરલીની બી.ડી.ડી.ચાલીની બિલ્ડિંગો જમીન દોસ્ત કરવામાં આવશે.

રાજ્ય સરકારે બી.ડી.ડી. ચાલના પુનર્વિકાસની જવાબદારી મ્હાડા પર સોંપી છે. તે મુજબ મ્હાડાએ એન.એમ.જોશી માર્ગ અને નાયગાવ માટે કોન્ટ્રેકટરની નિમણૂક કરી છે.

તો મુંબઈમાં મુકાશે આકરા પ્રતિબંધ, મુંબઈના મેયરે આપી ચેતવણી; જાણો વિગત

નાયગાવની બી.ડી.ડી. ચાલમાં કે.ઈ.એમ હોસ્પિટલના કર્મચારી રહેતા હતા. પુનર્વિકાસના કામ માટે  બે ચાલી ખાલી કરવામાં આવી હતી. તેમાં રહેતા 175 પરિવારને તાત્પૂરતા સમય માટે બોમ્બે ડાઈંગની બિલ્ડિંગમા શીફ્ટ કરવામાં આવ્યા છે. 

પહેલા તબક્કામાં 23 ચાલી તોડી પાડવામાં આવવાની છે. નાગરિકોના પુનર્વસન માટે 22 માળાના ટાવર ઊભા કરવામાં આવવાના છે. બીજા તબક્કામાં 19 ચાલી તોડી પડાશે. અહીં વેચાણ અર્થે  60 માળાના ટાવર ઊભા કરાશે

Elphinstone Flyover: એલ્ફિન્સ્ટન ફ્લાયઓવર આજે રાત્રે ૧૨ વાગ્યાથી બંધ, જાણો કયા સમયે કયા રસ્તાનો ઉપયોગ કરશો
Girgaum: ગિરગામ માં ફિલ્મી સ્ટાઈલમાં અપહરણ અને લૂંટ, અંગડિયા ના કર્મચારીઓને બાંધીને કરી આટલા કરોડ ની ચોરી
Mumbai: મોટા સમાચાર, મુંબઈની ઓસી વગરની સેંકડો સોસાયટીઓને મોટો ફાયદો! પહેલા છ મહિનામાં અરજી કરશો તો ‘નો પેનલ્ટી’
Maharashtra Government: મહારાષ્ટ્ર સરકારની અષ્ટવિનાયક યોજનાથી શ્રદ્ધા, પર્યટન અને અર્થતંત્રને વેગ મળશે.
Exit mobile version