ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૮ મે 2021
મંગળવાર.
મુંબઈ શહેર કોરોનામાંથી બેઠું થવાના પ્રયત્ન કરી રહ્યું છે, ત્યારે વધુ એક ઉપાધિ આવી પડી છે. મુંબઈ શહેરમાં અત્યારે મ્યુકરમાઇકૉસિસ રોગે દેખા દીધી છે. અત્યાર સુધી મુંબઈ શહેરમાં મ્યુકરમાઇકૉસિસના ૧૫૦થી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે. બીજી તરફ મુંબઈ શહેરમાં મ્યુકરમાઇકૉસિસને કારણે પહેલું મૃત્યુ થયું છે. કેઈએમ હૉસ્પિટલમાં ઇલાજ માટે દાખલ થયેલા 36 વર્ષના યુવકનું મ્યુકરમાઇકૉસિસને કારણે નિધન થયું છે.
મુંબઈ શહેરમાં આ રોગના વધતા જતા પ્રકોપને કારણે લોકોએ સતર્ક થઈ જવાની જરૂર છે. પાલિકા પ્રશાસન પણ અત્યારે ખૂબ સાવચેતી રાખી રહ્યું છે.
આમ મુંબઈ શહેરના માથે એક પછી એક તકલીફ આવી રહી છે.