ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 ઑગસ્ટ, 2021
મંગળવાર
મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેર નિયંત્રણમાં આવતાં સરકારે અનેક છૂટ આપી છે, જેમાં મૉલ્સ પણ ખુલ્લા મૂકી દેવામાં આવ્યા છે. જોકે મૉલ્સમાં વેક્સિનના બંને ડોઝ લીધેલી વ્યક્તિને પ્રવેશ મળવાનો છે, પરંતુ 18 વર્ષથી નીચેનાં બાળકોને વેક્સિન લેવાની નથી એથી તેમના પ્રવેશને લઈને અનેક મૂંઝવણો હતી. છેવટે મુંબઈ મહાનગરપાલિકાએ સોમવારે મોડી રાતે નવી ગાઇડલાઇન બહાર પાડી હતી. એ મુજબ હવેથી 18 વર્ષથી નીચેનાં બાળકોને પણ મૉલ્સમાં પ્રવેશ મળશે. જોકે તેમને પોતાની સાથે જન્મતારીખ દર્શાવતા આધાર કાર્ડ, પેનકાર્ડ રાખવાં પડશે અથવા માન્યતા પ્રાપ્ત સ્કૂલ, કૉલેજના આઈકાર્ડ જેમાં જન્મતારીખ હોય એ બતાવવું પડશે.
મુંબઈમાં 18 વર્ષથી નીચેનાં બાળકોને પણ મૉલ્સમાં એન્ટ્રી, પરંતુ એ માટે પાળવી પડશે આ શરત; જાણો વિગત
