News Continuous Bureau | Mumbai
મુંબઈ(Mumbai)ના દિંડોશી(Dindoshi)માં મંગળવારે બેસ્ટની બસ(BEST bus)ના ડ્રાઈવરે બસ પરનો નિયંત્રણ ગુમાવતા થયેલા અકસ્માત (Accident)માં પાંચ લોકો જખમી થયા હતા.
#Mumbai #Accident
एक बस की चपेट में आने से चार लोग घायल हो गए हैं। बस संतोष नगर से कुर्ला जा रही थी और ये हादसा बस के ब्रेक फेल होने से हुआ। डिंडोशी पुलिस ने मामला दर्ज कर आगे की जांच शुरू की। डिंडोशी पुलिस इसकी जांच कर रही है | pic.twitter.com/w00c0WiGqv— Mayuresh Ganapatye (@mayuganapatye) August 10, 2022
બેસ્ટના પ્રવક્તાના જણાવ્યા મુજબ બેસ્ટની 326 નંબરની બસ કુર્લા ડેપોથી ગોરેગામ(Goregoan)(પૂર્વ)માં સંતોષ નગર જઈ રહી હતી ત્યારે જ્યોતિ રેસ્ટોરન્ટ પાસે મંગળવારે બપોરના લગભગ 3.30 વાગ્યાની આસપાસ આ બનાવ બન્યો હતો, જેમાં દીંડોશી પાસે બસ ડ્રાઈવરે બસનો કાબુ ગુમાવી દેતા રસ્તા પર એક તરફ પાર્ક કરેલા વાહનો તથા ત્યાં રહેલા ઝાડ સાથે બસ અથડાઈ હતી.
આ સમાચાર પણ વાંચો : મુંબઈ શહેરનો આજનો મોસમ આવો રહેશે- હવામાન વિભાગે કર્યો છે આ વર્તારો
બસમાં પ્રવાસ કરનારી વ્યક્તિના કહેવા મુજબ બસની બ્રેક ફેઈલ(bus break fail) થતા આ અકસ્માત થયો હતો. બેસ્ટ આ દુર્ઘટનાની તપાસ કરી રહી છે. ઈજાગ્રસ્તોમાં બેસ્ટનો ડ્રાઈવર કુંડલિક ઘોંગડે, કંડકટર આબાસાહેબ કોર અને અન્ય ત્રણનો સમાવેશ થાય છે, જેમાં બે મુસાફરો અને એક ઓટો રીક્ષા(Auto rikshaw) ડ્રાઈવર છે.
જખમીઓને નજીક આવેલી ખાનગી હોસ્પિટલ અને અમુક જોગેશ્વરી ટ્રોમા કેર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હોવાનું પોલીસે કહ્યું હતું.
