Site icon News Continuous Bureau | Mumbai

BEST Bus Accident: કુર્લા બસ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધ્યો, ડ્રાઈવર પહેલીવાર ચલાવી રહ્યો હતો બસ; સીસીટીવી ફૂટેજમાં જુઓ કેવી રીતે થયો આ અકસ્માત

BEST Bus Accident: સોમવારે રાત્રે મુંબઈના કુર્લા વિસ્તારમાં એક અનિયંત્રિત બસે તબાહી મચાવી હતી. વ્યસ્ત રોડ પર બેસ્ટની બસે કેટલાક વાહનોને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે અને 24 લોકો ઘાયલ થયા છે. પ્રાથમિક અહેવાલ મુજબ બસની બ્રેક ફેલ થવાને કારણે આ અકસ્માત થયો હતો.

News Continuous Bureau | Mumbai 

 BEST Bus Accident: મુંબઈના કુર્લા વિસ્તારમાં બેસ્ટની એક બેસ્ટ બસે 30 લોકોને કચડી નાખ્યા, જેમાં 6ના મોત થયા અને 24 ઘાયલ થયા. હવે આ અકસ્માતનો સીસીટીવી વીડિયો સામે આવ્યો છે. જેમાં બેકાબૂ બેસ્ટ બસ અનેક લોકોને કેવી રીતે અડફેટે લઈ રહી છે તે જોવા મળે છે. ઘટના બાદ ચારેબાજુ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોકો બચવા માટે આમ તેમ દોડવા લાગ્યા.

Join Our WhatsApp Channel

 BEST Bus Accident: જુઓ સીસીટીવી ફૂટેજ

 

સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે કેવી રીતે બસ એરિયામાં પ્રવેશે છે અને લોકોને કચડીને નીકળી જાય છે.  બેસ્ટ બસ રોડ પરથી ડાબી બાજુ વળતી અને ઓટોરિક્ષાને ટક્કર મારતી દેખાઈ રહી છે. દરમિયાન વાહનની નીચે તણખા નીકળતા દેખાય છે.  આ બસ કુર્લા સ્ટેશનથી અંધેરી જવા માટે નીકળી હતી, પરંતુ એસજે બર્વે રોડ પર 100 મીટર દૂર બેલેન્સ ગુમાવી દીધું હતું.

 BEST Bus Accident: સ્થાનિક લોકોએ મદદ કરી

બેસ્ટની બસે પણ અનેક વાહનોને નુકસાન પહોંચાડ્યું છે. અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. ઘટના બાદ સ્થાનિક લોકોએ તાત્કાલિક ઈજાગ્રસ્તોને નજીકની ભાભા હોસ્પિટલમાં લઈ જવાનું શરૂ કર્યું હતું. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ અકસ્માત કુર્લા વેસ્ટ રેલવે સ્ટેશન રોડ પર આંબેડકર નગરમાં થયો હતો અને બસ કુર્લા સ્ટેશનથી અંધેરી જઈ રહી હતી અને આ BEST કંપનીની બસ BMC દ્વારા સંચાલિત છે. મુંબઈ પોલીસે એફઆઈઆર નોંધી છે અને આરોપી ડ્રાઈવરને કસ્ટડીમાં લીધો છે. તેની નિમણૂક 1 ડિસેમ્બર, 2024ના રોજ કરવામાં આવી હતી અને તેને કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવ્યા હતો. 

આ સમાચાર પણ વાંચો  :  BEST Bus Accident: મુંબઈના કુર્લામાં સ્કૂટી, ઓટો, કાર અને રસ્તે ચાલતા લોકો…બસે બધાને અડફેટે લીધા, આટલા લોકોના મોત; જુઓ વીડીયો…

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Bank Fraud in Mumbai લ્યો બોલો, બેંકના જ અધિકારીઓએ મૃત ખાતેદારના એકાઉન્ટમાંથી ₹૨૯.૮૩ લાખ સાફ કર્યા
Trump’s 20% Tariff વૈશ્વિક વ્યાપારમાં નવા જંગના એંધાણ! ટ્રમ્પને બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખની સીધી ચેતવણી— “તમારી પાસે કોઈ અધિકાર નથી!”
Gold Scam in Masjid Bunder સોનાના વેપારી સાથે અધધ ₹૪૪ લાખની છેતરપિંડી, ગ્રાહકે અસલી દાગીના સામે ૬ નકલી બિસ્કિટ પધરાવ્યા
Powai Canteen Killing પવઈમાં નજીવી બાબતે ઝઘડો મિત્રએ કાચના ટુકડા પર ધક્કો મારતા રસોઈયાનું મોત
Exit mobile version