Site icon

વાહ! હવે ઘેરબેઠાં મેળવો બેસ્ટની બસની ટિકિટ, છુટ્ટા પૈસાની મગજમારીથી છુટકારો થશે; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 9 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

બેસ્ટની બસમાં પિક અવર્સમાં ટિકિટની મગજમારીથી હવે છુટકારો મળશે. હવેથી બસની ટિકિટ ઘેરબેઠાં કાઢી શકાશે. બેસ્ટ ઉપક્રમે પ્રવાસીઓને ઘેરબેઠાં બસની ટિકિટ કાઢવાની સુવિધા ઉપલબ્ધ કરી આપવાની છે. ડિસેમ્બરના પહેલા અઠવાડિયાથી પ્રવાસીની સેવામાં નવી મોબાઇલ ઍપ ચાલુ કરવામાં આવવાની હોવાનું બેસ્ટના જનરલ  મૅનેજર લોકેશ ચંદ્રએ જણાવ્યું હતું.

ત્રીજી લહેરના સંભવિત ખતરાને જોતા બીએમસીનો મહત્વપૂર્ણ નિર્ણય, મુંબઇના આ રસીકરણ કેન્દ્રો પર અપાશે માત્ર 2જો ડોઝ ; જાણો વિગતે 

હાલ બેસ્ટની બસમાં 25 લાખ પ્રવાસીઓ રોજ પ્રવાસ કરે છે. કોરોના પહેલાંના સમયમાં આ સંખ્યા 32થી 35 લાખની આસપાસ હતી. પ્રવાસીઓ માટે હાલ બેસ્ટના માસિક પાસ ઉપલબ્ધ છે. તેમ જ ટિકિટ પણ ઉપલબ્ધ છે. જોકે હજી સુધી મોબાઇલ ટિકિટ સેવાની સગવડ ઉપલબ્ધ નહોતી. તેથી સવાર-સાંજના પિક અવર્સમાં બસમાં ભીડના સમયે કંડક્ટર અને પ્રવાસીઓ વચ્ચે છુટ્ટા પૈસાને લઈને મગજમારી થતી હોય છે, તો કોરોનાના સમયમાં દૈનિક રોકડ વ્યવહાર ઉપર પણ નિયંત્રણ રાખવા માટે મોબાઇલ ટિકિટ ઍપની સેવા ચાલુ કરવાનો બેસ્ટ ઉપક્રમે નિર્ણય લીધો છે. મોબાઇલ પર ઍપ ડાઉનલોડ કર્યા બાદ એના પરથી ટિકિટ કાઢી શકાશે. આ મોબાઇલ ઍપ પરથી પાસ પણ કઢાવી શકાશે.

BMC Elections: ભારતીય જનતા પાર્ટીએ આગામી બીએમસી ચૂંટણી જીતવા માટેની નક્કી કરી રણનીતિ, અમિત સાટમે આપ્યા આવા સંકેત
Mumbai road rage: માર્વે રોડ પર નજીવી બાબતે ઝગડો હિંસક લડાઈ પરિણમ્યો.
Mumbai road accident: મુંબઈ: ખાનગી બસની ટક્કરથી ૨૩ વર્ષીય ઓટોરિક્ષા ચાલકનું મૃત્યુ
Mumbai bomb threat: મુંબઈમાં વધુ એક બોમ્બની ધમકી, આ વખતે અંધેરીની હોટલને બોમ્બની ધમકીનો કોલ
Exit mobile version