News Continuous Bureau | Mumbai
લાખો મુંબઈવાસીઓ દરરોજ બેસ્ટની બસમાં ( BEST bus ) મુસાફરી કરે છે. હાલમાં, મુંબઈમાં બેસ્ટ બસ મુસાફરી સૌથી અનુકૂળ અને સસ્તી છે. બસની ટીકીટ ની લઘુત્તમ કિંમત 5 રૂપિયા હોવાથી બેસ્ટ સેવાને મુસાફરોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. બસોની ફ્રિકવન્સી વધારવા તેમજ નાણાકીય નુકસાનને આવરી લેવા માટે, BEST એ કાફલામાં લીઝ પરની બસો ઉમેરી છે. આ બસો પર કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે અને આ કર્મચારીઓને કોઈ અનુભવ નથી, જેના કારણે મુસાફરોને અગવડતા પડી રહી છે. હાલ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોના ( viral video ) કારણે મુસાફરોની સુરક્ષા પર ફરી એક વખત પ્રશ્નાર્થ સર્જાયો છે.
કોન્ટ્રાક્ટ ચાલક રસ્તો ભૂલી ગયો..
મુસાફરોને હાલાકી, #બેસ્ટ બસ #ડ્રાઇવર ભૂલી ગયો રસ્તો પછી શું થયું …? જુઓ આ #વીડિયોમાં… #Mumbai #BESTbus #driver #newscontinuous pic.twitter.com/kTMDoXoGix
— news continuous (@NewsContinuous) January 10, 2023
અનુશક્તિ નગર તરફ જતી વખતે, ડ્રાઈવરે ભૂલથી બસને વાશી રોડ તરફ વાળી હતી. પછી, જ્યારે ડ્રાઇવરને ખબર પડી કે તે ખોટા રસ્તા પર છે, ત્યારે બસને મુખ્ય માર્ગ પર ડાયવર્ટ કરીને વિરુદ્ધ દિશામાં લાવવામાં આવી હતી. જેના કારણે માર્ગ પર ટ્રાફિક જામ થતાં મુસાફરોને અગવડતા પડી હતી. આ ગડબડનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સામાન્ય જનતા પ્રશ્ન કરી રહી છે કે કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓ પાસે પૂરતો અનુભવ નથી ત્યારે તેમને કેમ સેવામાં સામેલ કરવામાં આવે છે. આનાથી મુસાફરોની સુરક્ષા પર પણ પ્રશ્નાર્થ ઊભો થયો છે. બેસ્ટની યાત્રાને મુંબઈની સૌથી સુરક્ષિત મુસાફરી માનવામાં આવે છે, તેથી આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે અને નેટીઝન્સે પ્રતિક્રિયા આપી છે.
આ સમાચાર પણ વાંચો: પ્રવાસી માટે સુવિધા કે દુવિધા.. એસી લોકલનો દરવાજો ન ખુલતા પ્રવાસીઓની થઈ આવી હાલત. જુઓ વિડિયો..
