ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,
મુંબઈ
20 જાન્યુઆરી 2021
મુંબઈ શહેરમાં દૈનિક પાંચ લાખ લોકો બેસ્ટની બસ માં ટ્રાવેલિંગ કરે છે. ઘણી વખત લોકો બેસ્ટની સુવિધાની આલોચના કરતા હોય છે.બીજી તરફ પ્રશાસન દર વર્ષે કરોડો રૂપિયાનું નુકસાન કરે છે.
આ પરિસ્થિતિમાં બેસ્ટ પ્રશાસને નિર્ણય કર્યો છે કે હવે તેઓ વધુ બસ નહીં ખરીદે. આનાથી વિપરીત બેસ્ટ પ્રશાસન બસ અને કંડકટર બંને સેવા ભાડાથી લેશે. પ્રશાસન ની ગણતરી છે કે આમ કરવાથી મેન્ટેનન્સનો ખર્ચ ઓછો થશે. આ પ્રાઇવેટ બસમાં ડ્રાઈવર પણ પ્રાઇવેટ હશે.
બેસ્ટ ની ગણતરી છે કે અંતરિયાળ રુટ પર આ પ્રકારની બસને દોડાવવામાં આવે.
