Site icon News Continuous Bureau | Mumbai

‘બેસ્ટ’ પ્રશાસનનો અજબ કારભાર, કામ પર ગુટલી મારનારા કર્મચારીઓના પગાર કાપવાનું દોઢ વર્ષે આવ્યું યાદ. જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 18 ડિસેમ્બર 2021    

Join Our WhatsApp Channel

શનિવાર. 

બેસ્ટની બસ તેના નિયત સમય કરતા હંમેશા મોડી દોડવા માટે પંકાયેલી છે. તે રીતે જ બેસ્ટ ઉપક્રમનું મેનેજમેન્ટ પણ લેટલતીફ જ ગણાય છે. કોરોના કાળમાં ગયા વર્ષે કામ પર ગૂટલી મારનારા પોતાના  ૧૧,૦૦૦ કર્મચારીઓના પગાર બેસ્ટ ઉપક્રમે કાપી નાખ્યા છે. લગભગ 18 મહિના બાદ જાગેલી બેસ્ટ પ્રશાસનના આ નિર્ણયથી બેસ્ટ કર્મચારીઓ રોષે ભરાયા  છે.
માર્ચ ૨૦૨૦માં મુંબઈ સહિત દેશભરમાં લોકડાઉન અમલમાં આવ્યું હતુ. લોકલ ટ્રેન બંધ રહેતા અત્યાવશ્યક સેવા સાથે સંકળાયેલા કર્મચારીઓ માટે બેસ્ટ એકમાત્ર ટ્રાન્સપોર્ટેશન હતું. પરંતુ મુંબઈની બહાર રહેતા કર્મચારીઓ માટે નોકરીએ આવવું મુશ્કેલ હતું. જયારે અમુક કર્મચારીઓ કોરોનાના ડરે કામ પર આવ્યા નહોતા

માર્ચ-એપ્રિલ ૨૦૨૦ દરિમયાન ગેરહાજર રહેલા કર્મચારીઓને કારણ શો કોઝ નોટિસ મોકલીને કામ પર હાજર થવાનું કહ્યા બાદ કર્મચારીઓ નોકરીએ પાછા ફર્યા હતા. 19 મહિના બાદ હવે બેસ્ટ પ્રશાસને માર્ચ ૨૦૨૦માં  ગેરહાજર રહેલા કર્મચારીઓના પગાર નવેમ્બરમાં કાપી નાખ્યા છે. હવે એપ્રિલ ૨૦૨૦માં ગેરહાજર રહેલા કર્મચારીનો પગાર ડિસેમ્બરમાં કાપી નાખવામાં આવશે. કોરોના મહામારી દરમિયાન જાન જોખમમાં મૂકીને કામ પર હાજર રહેનારા બેસ્ટ ઉપક્રમના આ પગલાથી કર્મચારીઓમાં ભારે નારાજગી વ્યાપી ગઈ છે.

આચારસંહિત લાગુ પડે તે પહેલા મતદારોને રીઝવવા શિવસેના થઈ ઉતાવળી. મુંબઈના રસ્તા પાછળ ખર્ચશે આટલા હજાર કરોડ; જાણો વિગતે 

Malad Child Labour Rescue મલાડમાં ઈમિટેશન જ્વેલરી યુનિટમાંથી ૧૭ સગીર બાળમજૂરો મુક્ત ૧૦ બાય ૧૨ની ઓરડીમાં ૧૫૧૬ કલાક અમાનવીય મજૂરી, સંચાલક ઝડપાયો
Palghar Upsarpanch Extortion Arrest ₹૮૦ લાખની ખંડણી માંગવાના કેસમાં પાલઘરના ઉપસરપંચ સહિત બે ખંડણીખોરોની ધરપકડ ક્રાઈમ બ્રાન્ચે રમકડાંની નકલી નોટો આપી રંગેહાથ ઝડપ્યા
Kandivali Station Ticket Checking Clash પશ્ચિમ રેલવેના કાંદિવલી સ્ટેશને ટિકિટ ચેકિંગ વખતે ભારે હોબાળો મુસાફર મહિલાના કપડાં ફાટ્યા, મહિલા ટીટીઈ ઈજાગ્રસ્ત થતાં અફરાતફરી
Externment Order Violation Khar Arrest તડીપારનો આદેશ ભંગ કરી મુંબઈમાં ઘૂસેલો રીઢો ગુનેગાર ખાર સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયો પોલીસે છટકું ગોઠવી દબોચ્યો
Exit mobile version