Site icon News Continuous Bureau | Mumbai

BEST Bus Strike in Mumbai મુંબઈમાં BEST કર્મચારીઓની બેમુદત હડતાળ પ્રશાસને લાગુ કર્યો MESMA કાયદો, હડતાળને ગણાવી ‘ગેરકાયદે’

BEST Bus Strike in Mumbai પગાર વધારો, પેન્શન અને બજેટ મર્જર જેવી માંગણીઓ; બસોને નુકસાન પહોંચાડનાર સામે કડક પોલીસ કાર્યવાહીની ચેતવણી

BEST Bus Strike in Mumbai  મુંબઈમાં BEST કર્મચારીઓની બેમુદત હડતાળ પ્રશાસને લાગુ કર્યો MESMA કાયદો, હડતાળને ગણાવી 'ગેરકાયદે'

BEST Bus Strike in Mumbai મુંબઈમાં BEST કર્મચારીઓની બેમુદત હડતાળ પ્રશાસને લાગુ કર્યો MESMA કાયદો, હડતાળને ગણાવી 'ગેરકાયદે'

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

BEST Bus Strike in Mumbai મુંબઈની જીવાદોરી ગણાતી BEST બસ સેવાના કર્મચારીઓએ પોતાની વિવિધ પડતર માંગણીઓ માટે બેમુદત હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. વહીવટીતંત્રે આ હડતાળને ગેરકાયદે જાહેર કરી ‘મેસ્મા’ (MESMA) કાયદો લાગુ કર્યો છે, છતાં શુક્રવારે સવારથી જ મુંબઈના રસ્તાઓ પર BEST બસો ગાયબ જોવા મળી હતી.

BEST Bus Strike in Mumbai – શું છે કર્મચારીઓની મુખ્ય માંગણીઓ?

BEST સંયુક્ત કામગાર કૃતિ સમિતિએ લાંબા સમયથી પડતર અનેક મુદ્દાઓ ઉઠાવ્યા છે. જેમાં મુખ્યત્વે પગાર વધારો, પેન્શન અને નિવૃત્ત કર્મચારીઓના બાકી લેણાંની ચુકવણી, નવી ભરતી અને પદોન્નતિનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કર્મચારીઓની સૌથી મહત્વની માંગ BEST ના બજેટને BMC ના બજેટમાં વિલીન કરવાની અને ખાનગીકરણ (Contract system) નાબૂદ કરીને BEST ની માલિકીની 5,000 નવી બસો સેવામાં સામેલ કરવાની છે.

BEST Bus Strike in Mumbai – સરકાર અને પોલીસનું કડક વલણ

વહીવટીતંત્રે જાહેરનામું બહાર પાડીને સ્પષ્ટ કર્યું છે કે BEST ની બસ અને વીજ પુરવઠો એ અત્યંત આવશ્યક સેવા છે. ‘મહારાષ્ટ્ર અત્યાવશ્યક સેવા अनुरक्षण અધિનિયમ-2023 (MESMA)’ હેઠળ આ હડતાળ પર કાયદાકીય પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મુંબઈ પોલીસ દ્વારા પણ આંદોલનકારીઓને કડક સૂચના આપવામાં આવી છે કે જો કોઈ કર્મચારી કે વ્યક્તિ BEST ની બસો કે મિલકતને નુકસાન પહોંચાડશે અથવા ફરજ પર જતા કર્મચારીઓને રોકશે, તો તેમની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.

BEST Bus Strike in Mumbai – મુંબઈગરાઓ પર અસર

હડતાળના કારણે મુંબઈના લાખો મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સવારથી જ બસ સ્ટોપ પર મુસાફરોની લાંબી કતારો જોવા મળી હતી. જો આ હડતાળ વધુ લાંબો સમય ચાલશે, તો બસની સાથે મુંબઈનો વીજ પુરવઠો પણ પ્રભાવિત થવાની ભીતિ સેવાઈ રહી છે. પ્રશાસને મુસાફરોને જરૂરી સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે તમામ શક્ય પ્રયાસો કરવાનું આશ્વાસન આપ્યું છે, પરંતુ હજુ સુધી હડતાળનો કોઈ ઉકેલ આવ્યો નથી.

👉 આ સમાચાર વાચો:
Ban on FDC Drugs દવાઓ પર સરકારની મોટી કાર્યવાહી 16 ‘ફિક્સ ડોઝ કોમ્બિનેશન’ (FDC) દવાઓના વેચાણ પર પ્રતિબંધ

Missing Minor Boy Traced And Reunited ચારકોપમાંથી ગુમ થયેલા સગીર બાળકને અંધેરી પૂર્વ પોલીસે ગણતરીના સમયમાં શોધી પરિવાર સાથે કરાવ્યું મિલન
Khar Police Recovers Lost Luggage ઈંગ્લેન્ડ, કેલિફોર્નિયા અને ઈઝરાયલના પ્રવાસીઓની કેબમાં ભુલાયેલી બેગ ખાર પોલીસે નવી મુંબઈથી શોધી પરત સોંપી
Santacruz Police પ્રવાસીની રિક્ષામાં ભુલાઈ ગયેલી ₹૫૦ હજાર રોકડ અને બે આઇફોન ભરેલી બેગ સાંતાક્રુઝ પોલીસે શોધી પરત સોંપી
Khar Police Arrests Wanted Accused ૧૫ વર્ષથી અદાલતને થાપ આપી ફરાર વોન્ટેડ આરોપીને ખાર પોલીસે દબોચ્યો બાતમીના આધારે છટકું ગોઠવી ઝડપી લીધો
Exit mobile version