Site icon

વાહ! મુંબઈગરા માટે બેસ્ટ લાવી સુપર સેવર સ્કીમઃ બસમાં પ્રવાસ કરવા માટે 72 પ્રકારની જુદી જુદી યોજના. જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 16 ડિસેમ્બર 2021    

Join Our WhatsApp Community

ગુરુવાર. 

મુંબઈની બીજી લાઈફલાઈન ગણાતી બેસ્ટની બસમાં પ્રવાસ કરવું હવે વધુ સરળ અને સુવિધાજનક બની રહેવાનું છે. બેસ્ટ ઉપક્રમ બસના પાસ અને દૈનિક ટિકિટમાં  બચત કરનારી યોજના લાવી છે. તે મુજબ 72 પ્રકારની જુદી જુદી યોજનાના માધ્યમથી પ્રવાસી પોતાને જોઈ તે ફેરીની પસંદ કરી શકશે. એક દિવસની યોજનાથી લઈને વધુમાં વધુ 84 દિવસ સુધીની પ્રવાસ યોજનાનો તેમાં સમાવેશ થાય છે.

બેસ્ટની બસમાં દરરોજ 28થી 30 લાખ લોકો પ્રવાસ કરે છે. નોકરિયાત વર્ગને કામ નિમિત્તે બસમાં દિવસમાં અનેક વખત પ્રવાસ કરવો પડતો હોય છે. તેથી આવા પ્રવાસીઓ માટે બેસ્ટ થોડા વર્ષ પહેલા મેજિક પાસ એટલે કે એક દિવસમાં 40 રૂપિયાની ટિકિટ પર કોઈ પણ સ્થળે પ્રવાસ કરવાની છૂટ હતી. 

હવે જોકે બેસ્ટ પ્રશાસન પ્રવાસીઓ માટે નેશનલ કોમન મોબિલિટી કાર્ડ અને મોબાઈલ એપ જેવી સુવિધા ઉપલબ્ધ કરવાની છે.

સારા સમાચાર! નવી મુંબઈની મેટ્રો ચાલુ થશે ડિસેમ્બર અંત સુધીમાં, સિડકોએ જાહેર કર્યા ભાડા; જાણો વિગત

 

આ કાર્ડ લેતા સમયે પ્રવાસીને એક મોબાઈલ એપ ડાઉન કરીને કાર્ડને મોબાઈલ એપ સાથે જોડવી પડશે અને તેના મારફત જ આ યોજનાનો લાભ મુંબઈગરા લઈ શકશે. આ સુવિધા નોન એસી અને એસી એમ બંને બસમાં મળશે. આ યોજના મુજબ બે અઠવાડિયા, ચાર અઠવાડિયા અને દરરોજ પ્રવાસ કરનારા પ્રવાસીઓ માટે ફેરી, દિવસ પર આધારિત નક્કી કરેલું ભાડુ મુજબ પ્રવાસ કરી શકશે. એક દિવસમાં બે ફેરી માટે નવ રૂપિયા તો ચાર ફેરી માટે 14 રૂપિયાની ટિકિટ હશે. 14 દિવસમાં 50 ફેરી કરી શકશે તે માટે તેણે 199 રૂપિયા ચૂકવવા પડશે. 28 દિવસમાં 100 ફેરી અને તે માટે 249 રૂપિયા ચૂકવવા પડશે.

 

Mira Bhayandar mini cluster: મીરા-ભાઈંદરમાં ઓછામાં ઓછી ૫ ઈમારતોના ગ્રુપને મળશે ‘મિની ક્લસ્ટર’નો લાભ
MNS protest Mumbai: મુંબઈના ગિરગાંવની ગુજરાતી રેસ્ટોરન્ટમાં મરાઠી ભાષા પરથી MNSનો હંગામો; ૧૫ દિવસમાં કાર્યવાહીની માગણી
Devendra Fadnavis: નવા ફોજદારી કાયદાઓના અમલથી પીડિતોને ન્યાયની ગેરંટી મળશે: મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ
Mumbai Airport: આ દિવસે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આટલા કલાકો માટે રહેશે બંધ
Exit mobile version