News Continuous Bureau | Mumbai
મુંબઈ શહેર(Mumbai city)માં છેલ્લા કેટલાક દિવસથી ધોધમાર વરસાદ(Heavy rain) પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ(waterlogged) ગયા છે. મુંબઈના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે વાહનોની ગતિ ધીમી પડી ગઈ છે. તો મુંબઈમાં સાયન, ગાંધી માર્કેટ વિસ્તારમાંથી પસાર થતા વાહનો માટે કેટલાક વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. સાથે જ આ વિસ્તારમાંથી પસાર થતી બેસ્ટની બસો(BEST Bus)ને પણ અન્ય રૂટ પર ડાયવર્ટ કરવામાં આવી છે.
शीव मार्ग क्र २४ येथे पावसाचे पाणी साचल्यामुळे बस मार्ग क्र. ३४१,४११,२२,२५,३१२ ई चे विद्यमान प्रवर्तन सायन रोड 3 मार्गे सकाळी ९.३० वाजल्यापासून परावर्तीत करण्यात आले आहे. #MumbaiRains #bestupdates
— BEST Bus Transport (@myBESTBus) July 12, 2022
વરસાદને કારણે સાયનમાં બસના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. શિવમાર્ગ નં.24 પર વરસાદી પાણી જમા થવાને કારણે બસ રૂટ નં. 341, 411, 22, 25, 312 બસોના રૂટને સવારે 9.30 વાગ્યાથી સાયન રોડ 3 તરફ વાળવામાં આવ્યા છે. સાથે જ બસ રૂટ પર મુસાફરોના વધતા પ્રતિસાદને ધ્યાનમાં રાખીને બેસ્ટ દ્વારા નીચેના રૂટ પર વધારાની રાઉન્ડ ટ્રીપ્સનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : મહત્વના સમાચાર- આજથી મુંબઈ માટે મુસીબત શરુ થાય છે- આગામી 6 દિવસ ભારે વરસાદ થઈ શકે છે અને તમામ દિવસ મોટી ભરતી છે- જાણો આનો અર્થ શું છે
C-15 વરલી ડેપોથી મજાસ ડેપો
C-40 પ્રા. ઠાકરે ઉદ્યાન શિવડી બસ સ્ટેન્ડ થી મજાસ ડેપો
C-61 મુલુંડ ડેપોથી ઓવલેગાંવ
A-220 બાંદ્રા બસ સ્ટેન્ડ (વેસ્ટ) થી શેરલીગાંવ
A-249 અંધેરી સ્ટેશન (વેસ્ટ) થી સતબંગલા બસ સ્ટેન્ડ
A – 273 મલાડ સ્ટેશન (વેસ્ટ) થી માલવાણી બ્લોક નંબર 5
A-334 મરોલ ડેપો થી જાંબુલપાડા
A-369 ચેમ્બુર કોલોનીથી વાશીનાકા MMRDA વસાહત