Site icon News Continuous Bureau | Mumbai

શિવસેના સંચાલિત BMCની બેસ્ટ બસને શિવસેનાના કાર્યકર્તાઓને કારણે થયું આટલા કરોડ રૂપિયાનું નુકસાન; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 12 ઑક્ટોબર, 2021 
મંગળવાર
મુંબઈ મહાનગરપાલિકામાં છેલ્લાં 30 વર્ષથી શાસન કરી રહેલી સત્તાધારી શિવસેના એક તરફ દેવામાં ડૂબેલી બેસ્ટને એમાંથી બહાર કાઢવાની મોટી મોટી વાત કરે છે. બીજી તરફ મહાવિકાસ આઘાડી (MVA) સરકારના પક્ષો દ્વારા સોમવારના જાહેર કરવામાં આવેલા મહારાષ્ટ્ર બંધમાં શિવસૈનિકોને કારણે જ  બેસ્ટ ઉપક્રમને મોટો ફટકો પડ્યો હતો. બંધને કારણે સાંજ સુધી બેસ્ટની બસ ડેપોમાંથી બહાર નીકળી શકી નહોતી. પોતાના કર્મચારીઓને બહાર લેવા નીકળેલી બસની સુધ્ધાં તોડફોડ કરવામાં આવી હતી. સવારના સમયમાં 11 બસને તો નુકસાન થયું હતું. બેસ્ટમાં દરરોજ લગભગ 27 લાખ પ્રવાસીઓ પ્રવાસ કરે છે. એટલે  એક દિવસની સરેરાશ બે કરોડની આવકથી પણ હાથ ધોવા પડ્યા હતા. પહેલાંથી બેસ્ટ ખોટમાં છે. હાલમાં જ બેસ્ટે 2022-23નું  2,236 કરોડ રૂપિયાની ખાદ્ય ધરાવતું બજેટ જાહેર કર્યું હતું. એમાં પાછું એક દિવસ બેસ્ટની બસ બંધ રહેતાં વધુ નુકસાન ઉમેરાયું હતું.

નવલી નવરાત્રીનું આજે સાતમું નોરતું, આ મંત્રથી કરો માતા કાળરાત્રિની પૂજા-અર્ચના

Join Our WhatsApp Channel
Nahur Footpath Collapse BMC Repair નાહૂરમાં મોડી રાત્રે ફૂટપાથ ધસી પડી ૨ બાઇક ખાડામાં ખાબકતા મોટું નુકસાન, બીએમસીએ સમારકામ શરૂ કર્યું
BEST Bus Mounts Divider Borivali SV Road બોરીવલીમાં બેસ્ટ બસ ડિવાઇડર પર ચડી ગઈ મોટી દુર્ઘટના ટળી, મુસાફરો આબાદ બચ્યા
Manori Desalination Plant Tunnel Project દરિયાનું પાણી બનશે મીઠું પીવાનું પાણી? ચારકોપથી કાંદિવલી સુધી ૭.૨ કિમીની ભૂગર્ભ ટનલ બનશે…
Mumbai Police FIR CJP Protesters મુંબઈ પોલીસનો મોટો હુમલો; CJP આંદોલનના ૯૦૦ થી વધુ પ્રદર્શનકારીઓ સામે FIR
Exit mobile version