Site icon

બેસ્ટની બસની લાંબી લાઈનમાં ઉભા નથી રહેવું- ફટાફટ ઓફિસે પહોંચવું છે- તો કરો આ કામ

News Continuous Bureau | Mumbai

સવાર-સાંજના પીક અવર્સમાં (peak hours) બેસ્ટની બસમાં(BEST Bus) લાંબી લાઈન તો હોય છે પણ સાથે જ ભારે ભીડ પણ રહેતી હોય છે. ત્યારે જો તમે પણ લાઈનમાં ઊભા રહ્યા વગર ફટાફટ બેસ્ટની બસમાં ચઢીને સમયસર ઓફિસ પહોંચવા માગો છો તો બેસ્ટ ઉપક્રપની ‘ટૅપ ઈન ટૅપ આઉટ’(Tap in tap out) બસ સર્વિસનો(Bus service) લાભ લઈ શકો છો.

Join Our WhatsApp Community

બેસ્ટ ઉપક્રમે હવે ડિજિટલ ટિકિટ(Digital ticket) લેનારા પ્રવાસીઓને ડિજિટલ બેસ્ટમાં પ્રવાસ કરવા માટે પ્રાધાન્ય આપવાનો નિર્ણય લીધો છે. બેસ્ટની ‘ચલો ઍપ’(Chalo App) અને સ્માર્ટ કાર્ડ(Smart card) વાપરનારા પ્રવાસીઓને લાઈનમાં રાહ ન જોતા આવી ડિજિટલ બસ સેવા(Digital Bus Service)  દ્વારા ભીડના સમયે પણ પ્રવાસ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

 આ સમાચાર પણ વાંચો : ગણેશોત્સવની ખરીદી કરવા રવિવારે બહાર નીકળવાના છો-તો આ સમાચાર ખાસ વાંચો- મધ્ય રેલવેએ આ રૂટ પર રાખ્યો છે આટલા કલાકનો મેગા બ્લોક 

બેસ્ટની બસમાં પ્રતિદિન ૩૪,૫૦૦ પ્રવાસીઓ પ્રવાસ કરે છે. તેમાંથી અત્યાર સુધી ૨૫ લાખથી વધુ પ્રવાસીઓએ બેસ્ટની ‘ચલો ઍપ’નો ઉપયોગ કરી રહ્યા છે. તો ૪.૫ લાખથી વધુ પ્રવાસીઓ ડિજિટલ ટિકિટ પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યા છે.

મુંબઈગરાનો પ્રવાસનો સમય બચે તેમ જ કોરોના તેમ જ અન્ય બીમારીઓની પાર્શ્વભૂમિ પર સંપર્ક રહિત અને સુરક્ષિત બસપ્રવાસ (bus travel) આપવાના ઈરાદે ડિજિટલ ટિકિટ પદ્ધતિને પ્રોત્સાહન આપવા માટે બેસ્ટ ઉપક્રમે ‘ચલો ઍપ’, સ્માર્ટ કાર્ડ બસ પાસ અને એન.સી.એમ.સી.(NCMC) સહિતની બસ પાસની યોજનાઓ જાહેર કરી છે. હવે બેસ્ટ ઉપક્રમે દેશની પહેલી એવી ૧૦૦ ટકા ડિજિટલ ‘ટૅપ ઈન ટૅપ આઉટ’ બસસેવાનો પ્રારંભ કર્યો છે.

પ્રવાસીઓના વધતા પ્રતિસાદ અને વધતી માગણીને ધ્યાનમાં લઈને બેસ્ટ ઉપક્રમે એ-૭૭, એ-૧૦૨, એ-૧૦૫, એ-૧૧૨, એ-૧૧૫, એ-૧૧૬, એ-૧૧૮, એ-૧૨૩, એ-૧૬૨, એ-૧૬૭, એ-૩૬૯, એ-૩૭૮, એ-૪૦૧, એ-૪૦૨, એ-સ્પેશિયલ ૮ અને એ-સ્પેશિયલ -૯ એવા કુલ ૧૬ બસ રૂટ પર લગભગ ૨૦૦ બસમાં ‘ટૅપ ઈન ટૅપ આઉટ’ બસ સર્વિસ તાજેતરમાં જ ચાલુ કરવામાં આવી છે. બેસ્ટની ‘ચલો ઍપ’ અને સ્માર્ટ કાર્ડ વાપરનારા પ્રવાસીઓને લાઈનમાં રાહ ન જોતા આવી ડિજિટલ બસસેવા દ્વારા ભીડના સમયે પણ પ્રવાસ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

 આ સમાચાર પણ વાંચો : ક્યા સે ક્યા હો ગયા- BMC પાસેથી દશેરાના સભા યોજવા મંજૂરી મેળવવા શિવસેનાને નાકે દમ

Mumbai YouTuber hostage case: મુંબઈના આર એ સ્ટુડિયોમાં ૧૫-૨૦ બાળકોને બંધક બનાવનાર યુટ્યુબર પકડાયો! તમામ બાળકો સુરક્ષિત
Private Coaching Classes: મુંબઈના ખાનગી કોચિંગ ક્લાસની તપાસ માટે સમિતિ બનાવો અને પંદર દિવસમાં અહેવાલ રજૂ કરો!
Thane traffic incident: થાણેમાં હેલ્મેટ અને નંબર પ્લેટ મુદ્દે ટ્રાફિક પોલીસ-સ્કૂટર સવાર વચ્ચે ઝઘડો, કેમેરા પર પકડાયા બાદ બંનેને દંડ!
Thackeray Election Plan: સત્તાની રમત: ઠાકરેના સ્થાનિક ચૂંટણીના પ્લાન લીક થતાં જ નવો વિવાદ, શું આનાથી પૂર્વ નગરસેવકો તૂટશે?
Exit mobile version