Site icon

Mumbai : મોબાઇલ રીચાર્જની જેમ થશે વીજબીલનું રીચાર્જ, જેટલું રિચાર્જ એટલો થશે વપરાશ! જાણો BEST પ્રશાસનની રસપ્રદ યોજના

BEST ઉપક્રમે વીજળી વિતરણ પ્રણાલીને આધુનિક બનાવવા માટે મુંબઈમાં સ્માર્ટ વીજળી મીટર સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે. આ અંતર્ગત આગામી 3 મહિનામાં ગ્રાહકોના ઘરે સ્માર્ટ વીજળી મીટર લગાવવામાં આવશે

Now-BEST proposes up to 18perc hike in power tariffs

BEST વીજ ગ્રાહકોને ઝટકો. આ મહિનાથી વીજળીના બિલમાં થઇ શકે છે આટલા ટકાનો વધારો.. ચૂકવવા પડશે વધુ નાણાં

 News Continuous Bureau | Mumbai

BEST ઉપક્રમે વીજળી વિતરણ પ્રણાલીને આધુનિક બનાવવા માટે મુંબઈમાં સ્માર્ટ વીજળી મીટર સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે. આ અંતર્ગત આગામી 3 મહિનામાં ગ્રાહકોના ઘરે સ્માર્ટ વીજળી મીટર લગાવવામાં આવશે. બેસ્ટ BEST ઉપક્રમના અધિકારીઓએ દાવો કર્યો છે કે આના કારણે ગ્રાહકોને વીજળીના વપરાશ વિશે સચોટ માહિતી મળશે.

Join Our WhatsApp Community

વીજ ગ્રાહકોને સચોટ માહિતી મળશે
હાલમાં આ સ્માર્ટ મીટરનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. દરમિયાન, બેસ્ટને આ નવા સ્માર્ટ મીટર માટે 10 લાખથી વધુ ગ્રાહકોના જૂના મીટર બદલવા પડશે. આ નવા સ્માર્ટ મીટરના મદદથી બેસ્ટના તમામ વીજ ગ્રાહકોને વીજળીના વપરાશ વિશેની સચોટ માહિતી ઓનલાઈન મળશે. આ માટે મોબાઈલ એપ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. એક મહિનામાં કેટલી વીજળીનો વપરાશ થયો તેની માહિતી ગ્રાહકોને સરળતાથી ઉપલબ્ધ થશે.

આ સમાચાર પણ વાંચો:  તુનિષા સુસાઈડ કેસમાં આરોપી શીજાન ખાનના સમર્થનમાં આવી ઉર્ફી જાવેદ, કહી આટલી મોટી વાત!

પ્રીપેડ રિચાર્જ સુવિધા

આ નવા સ્માર્ટ મીટરમાં પ્રીપેડ સુવિધા પણ હશે. એક મહિનામાં તેઓ કેટલી વીજળીનો ઉપયોગ કરે છે તેનો અંદાજ લગાવીને ગ્રાહકો અગાઉથી મીટર રિચાર્જ કરી શકે છે. ગ્રાહકો માત્ર રિચાર્જ થયેલી વીજળીનો જ ઉપયોગ કરી શકશે. આગામી 3 મહિનામાં બેસ્ટના વીજ ગ્રાહકોને સ્માર્ટ મીટર લગાવવામાં આવશે. આ બિલની સચોટ માહિતી આપીને ગ્રાહકોની ફરિયાદો ઘટાડવામાં મદદ કરશે.

Mumbai crime branch: મુંબઈમાં ₹૩ કરોડના પ્રતિબંધિત હુક્કા ફ્લેવર્સની દાણચોરી કરતો વેપારી ઝડપાયો
Thane Crime: થાણેમાં મોટો ચૂનો: કાપડના વેપારીઓ સાથે ₹અઢી કરોડની છેતરપિંડી, માલ લઈ આરોપી ફરાર, વેપારી જગતમાં ખળભળાટ.
Mumbai Crime: મુંબઈમાં કરુણ ઘટના: ચોરીના ખોટા આરોપથી દબાયેલી નોકરાણીએ કરી આત્મહત્યા, તણાવ હેઠળ અંતિમ પગલું
Kalagurjari Foundation: કલાગુર્જરી ( સ્થાપક સંસ્થા) ની નવી શ્રેણી ‘ઉબરો’નો પ્રથમ કાર્યક્રમ શનિવારે સાંજે
Exit mobile version