Site icon

સારા સમાચાર: ‘બેસ્ટ’ થયું કોરોનામુક્ત, તમામ કર્મચારીઓ કોરોનાથી રિકવર; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝબ્યુરો,

15 ફેબ્રુઆરી, 2022

Join Our WhatsApp Community

મંગળવાર.

મુંબઈગરાની બીજી લાઈફલાઈન ગણાતી ‘બેસ્ટ’ આખરે કોરોના મુક્ત થઈ ગઈ છે. કોરાનાની ત્રીજી લહેરમાં બેસ્ટના કર્મચારીઓ કોરોનાનો ચેપ લાગ્યો હતો તે તમામ કર્મચારીઓ કોરોના મુક્ત થઈ ગયા છે.

દેશભરમાં ૨૩ માર્ચ ૨૦૨૦થી કોરોનાને પગલે લોકડાઉન લાગુ કરવામાં આવ્યુ હતું. લોકડાઉન દરમિયાન લોકલ ટ્રેનથી લઈને તમામ ટ્રાન્સર્પોટેશન બંધ કરી દેવામાં આવ્યા હતા. એ સમય દરમિયાન અત્યાવશ્યક સેવા સાથે સંકળાયેલા કર્મચારીઓ માટે બેસ્ટની બસ વરદાનરૂપ સાબિત થઈ હતી. 

લોકડાઉન દરમિયાન સતત બસ દોડવનારા  બેસ્ટ ઉપક્રમના અનેક કર્મચારીઆનેે જોકે કોરોનાનો ચેપ લાગ્યો હતો. તો અનેક કર્મચારીઓ મૃત્યુ પામ્યા હતા. જોકે હવે ‘બેસ્ટ’ કોરોના મુક્ત થઈ ગયું છે. રવિવારે બેસ્ટના તમામ કર્મચારીઓ કોરોનાથી મુક્ત થઈ ગયા હોવાની જાહેરાત બેસ્ટ પ્રશાસને કરી હતી.

સચિન વાઝેની હવે સીબીઆઈ આ કારણથી કરશે તપાસ, કોર્ટે આપી મંજૂરી; જાણો વિગત

કોરોનાની ત્રીજી લહેરમાં લગભગ અઢીસો કર્મચારીઓ કોરોનાગ્રસ્ત થયા હતા. છેલ્લા બે વર્ષના આ સમયગાળામાં બેસ્ટ ઉપક્રમના લગભગ ૨,૯૧૨ કર્મચારીઓ કોરોનાગ્રસ્ત થયા હતા.  અત્યાર સુધી ૬૦ અધિકારી, કર્મચારીઓના કોરોનાથી મૃત્યુ થયા છે. જેમાં ખાસ કરીને બસ ડ્રાઈવર અને કંડકટરનો સમાવેશ થાય છે.

પહેલી લહેર દરમિયાન ૮૨ ટકા, બીજી લહેર દરમિયાન ૧૫ ટકા તો ત્રીજી લહેર દરમિયાન ત્રણ ટકા કર્મચારીને કોરોના થયો હતો.

BMC Election: મુંબઈનું ડિજિટલ રાજકીય યુદ્ધ: ભાજપ ‘માર્વેલ-સ્ટાઇલ’ અભિયાન સાથે મોખરે, વિપક્ષ પાછળ છૂટ્યો
Devendra Fadnavis Mumbai master plan: મુંબઈની કાયાપલટ: દેવેન્દ્ર ફડણવીસનો ‘માસ્ટર પ્લાન’ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો નવો યુગ
Mumbai Mega Block: મુંબઈગરાઓ ધ્યાન આપો! રવિવારે મધ્ય અને ટ્રાન્સ-હારબર રેલ્વે પર મેગા બ્લોક; લોકલ ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર, જાણો વિગતો
Mumbai: ગોરેગાંવમાં વહેલી સવારે માતમ: ભીષણ આગમાં આખો પરિવાર હોમાયો, ધુમાડાના ગોટેગોટામાં ગૂંગળાઈ જવાથી ત્રણના મોત
Exit mobile version